શોધખોળ કરો

એક ચા વાળાએ પીએમ મોદીને દાઢી કરાવવા મોકલ્યો 100 રૂપિયાનો મની ઓર્ડર, કહી આ વાત

આ ઉપરાંત તેણે કહ્યું, પ્રધાનમંત્રી પર દેશમાં સર્વોચ્ચ છે. મારા મનમાં પ્રધાનમંત્રી પ્રત્યે અત્યંત સન્માન તથા આદર છે. હું મારી બચતમાંથી તેમને 100 રૂપિયા મોકલી રહ્યો છું, જેથી કરીને તેઓ દાઢી કરાવી લે. તેઓ સર્વોચ્ચ નેતા છે અને તેમને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નથી. પરંતુ જે રીતે મહામારીના કારણે ગરીબોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેના પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાની એક રીત છે.

બારામતીઃ મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ પ્રધાનમંત્રી મોદીને 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલીને દાઢી કરાવી લેવા કહ્યું છે. અનિલ મોરે નામના ચાવાળાએ કહ્યું કે, લોકડાઉનના કારણે લોકોનું કામ કાજ ઠપ્પ થઈ ગયું છે. પીએમ મોદીએ કંઈ વધારવું હોય તો દેશના લોકો માટે રોજગારીની તકો વધારવી જોઈએ.

મરાઠી દૈનિક લોકમતના રિપોર્ટનો ઉલ્લેખ કરી ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે, ઈંદારપુર રોડ સ્થિત પ્રાઇવેટ હોસ્પિટલ સામે ચાની દુકાન ધરાવતાં અનિલ મોરે કહે છે કે પીએમ  મોદીએ દાઢી વધારી છે. જો તેમણે કંઈ વધારવું હોય તો દેશના લોકો માટે રોજગારીની તકો વધારવી જોઈએ. રસીકરણ વેગીલું બનાવવું જોઈએ અને વર્તમાન તબીબી સુવિધાને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ ઉપરાંત તેણે કહ્યું, પ્રધાનમંત્રી પર દેશમાં સર્વોચ્ચ છે. મારા મનમાં પ્રધાનમંત્રી પ્રત્યે અત્યંત સન્માન તથા આદર છે. હું મારી બચતમાંથી તેમને 100 રૂપિયા મોકલી રહ્યો છું, જેથી કરીને તેઓ દાઢી કરાવી લે. તેઓ સર્વોચ્ચ નેતા છે અને તેમને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નથી. પરંતુ જે રીતે મહામારીના કારણે ગરીબોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેના પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાની એક રીત  છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 31માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 31 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 82 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget