(Source: ECI/ABP News/ABP Majha)
Lakhimpur Horror: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ઝાડ પર લટકતી મળી બે બહેનોની લાશ
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. બંને સગી બહેનો છે.
Lakhimpur: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. બંને સગી બહેનો છે. મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. આ ઘટના નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આઈજી લખનઉ રેન્જ લક્ષ્મી સિંહને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવશે. પરિવારજનો તરફથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જો આ કેસમાં હત્યાનો મામલો સામે આવશે તો ગુનેગારોને છોડવામાં આવશે નહીં.
UP | Bodies of two sisters found hanging on a tree at some distance from their house in Lakhimpur. SP is present on the spot. A case will be registered on the basis of the complaint received from their family. Every aspect will be examined: UP ADG (L&O) Prashant Kumar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 14, 2022
(File Pic) pic.twitter.com/S8ZopU9oVu
એબીપી ગંગા સાથે ફોન પર વાત કરતા લખીમપુરના ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે કહ્યું હતું કે હત્યાનું કારણ બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે 15 સપ્ટેમ્બર, ગુરુવારે સવારે બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આ ઘટના પર વિપક્ષે યુપી સરકાર પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું હતું નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દલિત બહેનોનું અપહરણ કરી તેમની હત્યા કરવામાં આવી છે. બહેનોના પિતાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પંચનામા અને સહમતિ વિના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. લખીમપુરમાં ખેડૂતો પછી હવે દલિતોની હત્યા એ 'હાથરસ કી બેટી' હત્યાકાંડનું જઘન્ય પુનરાવર્તન છે.
निघासन पुलिस थाना क्षेत्र में 2 दलित बहनों को अगवा करने के बाद उनकी हत्या और उसके बाद पुलिस पर पिता का ये आरोप बेहद गंभीर है कि बिना पंचनामा और सहमति के उनका पोस्टमार्टम किया गया।
— Akhilesh Yadav (@yadavakhilesh) September 14, 2022
लखीमपुर में किसानों के बाद अब दलितों की हत्या ‘हाथरस की बेटी’ हत्याकांड की जघन्य पुनरावृत्ति है। pic.twitter.com/gFmea4bAUc
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે લખીમપુર (યુપી)માં બે બહેનોની હત્યાની ઘટના હ્રદયદ્રાવક છે. પરિવારનું કહેવું છે કે તે છોકરીઓનું દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. અખબારો અને ટીવીમાં રોજેરોજ ખોટી જાહેરાતો આપવાના કારણે કાયદો અને વ્યવસ્થા સારી બની જતી નથી. આખરે યુપીમાં મહિલાઓ સામેના જઘન્ય ગુનાઓ કેમ વધી રહ્યા છે? સરકાર ક્યારે જાગશે?"
लखीमपुर (उप्र) में दो बहनों की हत्या की घटना दिल दहलाने वाली है। परिजनों का कहना है कि उन लड़कियों का दिनदहाड़े अपहरण किया गया था।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 14, 2022
रोज अखबारों व टीवी में झूठे विज्ञापन देने से कानून व्यवस्था अच्छी नहीं हो जाती।आखिर उप्र में महिलाओं के खिलाफ जघन्य अपराध क्यों बढ़ते जा रहे हैं? pic.twitter.com/A1K3xvfeUI