શોધખોળ કરો
Advertisement
LVB-DBS Amalgamation: સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું નર્જર રોકવા કહ્યું
સ્વામીએ કહ્યું કે, લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું મર્જર સરકારનો એક ખોટો નિર્ણય છે.
નવી દિલ્હીઃ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું મર્જર રોકવાની માગ કરી છે. તેના માટે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સ્વામીએ તમામ પ્રક્રિયાઓ, આરબીઆઈના ઇરાદા અને સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
સ્વામીએ કહ્યું કે, લક્ષ્મી વિલાસ અને ડીબીએસ બેંકનું મર્જર સરકારનો એક ખોટો નિર્ણય છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, ડીબીએસ બેંક પર આંતરરાષ્ટ્રીય સ્તર પર મની લોન્ડરિંગનો આરોપ છે. જ્યારે આ આરોપોની તપાસ ન થઈ જાય ત્યાં સુધી આ નિર્ણયને રોકી દેવો જોઈએ.
તેની સાથે જ તેમણે આરબીઆઈની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા સીબીઆઈ તપાસની માગ કરી છે. પીએમને પત્રમાં સ્વામીએ કહ્યું છે કે, “આરબીઆઈના કામકાજમાં સીબીઆઈ દ્વારા તપાસ માટે કહેવામાં આવ્યું, ખાસ કરીને આ તથ્યના કેસમાં સીબીઆઈએ ક્યારેય પણ કોઈપણ હાઈ પ્રોફાઈલ ગોટાળામાં આરબીઆઈની કોઈપણ કાર્યાલાયની તપાસ કરવાનું જરૂરી ન સમજ્યું.”
તેમણે લખ્યું કે આરેબીઆઈનું કામકાજ સરકારની મુખ્ય પ્રાથમિતાઓમાં હોવું જોઈએ. તેની સાથે જ તેમણે લખ્યું કે, તપાસ પૂરી થયા સુધી આરબીઆઈ ગવર્નરને રજા પર મોકલી દેવા જોઈએ. તેની સાથે જ તેમણે પ્રધાનમંત્રીને આરબીઆઈ બોર્ડ અને સલાહકાર સમિતિની પુનરનચનાની માગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion