(Source: ECI/ABP News/ABP Majha)
હાઈવે પર સાઈકલ લઈને જતા યુવક પર દીપડાએ કર્યો હુમલો, પછી શું થયું જુઓ Video
ઘણા વીડિયો ઓનલાઈન જોવા મળે છે જેમાં જંગલી પ્રાણીઓ માણસો પર હુમલો કરતા જોવા મળે છે. આવા વીડિયો જોઈને લોકોનાં રુંવાડા ઉભાં થઈ જાય છે.
Trending Leopard Attacks On Man Video: આવા ઘણા વીડિયો ઓનલાઈન જોવા મળે છે જેમાં જંગલી પ્રાણીઓ માણસો પર હુમલો કરતા જોવા મળે છે. આવા વીડિયો જોઈને લોકોનાં રુંવાડા ઉભાં થઈ જાય છે. આવો જ એક ભયાનક વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દીપડો સાઈકલ સવાર પર હુમલો કરતો જોઈ શકાય છે.
આ વીડિયો IFS ઓફિસરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં, એક વ્યક્તિ જંગલમાંથી પસાર થતા હાઈવે પર સાઈકલ ચલાવતો જોઈ શકાય છે. થોડીક સેકન્ડો પછી, વીડિયોમાં એક દીપડો ઝાડીઓમાંથી કૂદીને માણસ પર ત્રાટકતો જોવા મળે છે. જો કે, તે સાયકલ ચાલક સદભાગ્યે બચી જાય છે અને તે સુરક્ષિત રીતે ત્યાંથી ભાગી જાય છે. આ સાથે દીપડો પણ તરત જ હુમલો કર્યા બાદ જંગલમાં પાછો ભાગી જાય છે.
વીડિયો જુઓ:
On Dehradun-Rishikesh Highway....
— Susanta Nanda IFS (@susantananda3) September 21, 2022
Both are lucky ☺️☺️ pic.twitter.com/NNyE4ssP19
જૂનો વીડિયો ફરી વાયરલ થયો
સાઇકલ સવાર પર દીપડાએ હુમલો કર્યાનો આ ચોંકાવનારો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ક્લિપ જૂન 2022ની કહેવામાં આવી રહી છે જેણે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ ક્લિપ IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કરી છે. ક્લિપ શેર કરતી વખતે અધિકારીએ ઘટનાનું સ્થળ દેહરાદૂન-ઋષિકેશ આપ્યું છે. જો કે, બાદમાં તેણે પોતે જણાવ્યું કે, તેને માહિતી મળી છે કે આ ઘટના અન્ય કોઈ જગ્યાએથી છે. યુઝર્સના જણાવ્યા અનુસાર આ ઘટના આસામમાં બની હતી.
આ પણ વાંચો.....