શોધખોળ કરો

IPL 2023: હવે જુના ફોર્મેટમાં રમાશે IPL, મહિલા IPL પણ થશે શરુ, જાણો શું-શું બદલાશે

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી દ્વારા રાજ્યોના એસોસિએશનને મોકલવામાં આવેલા ઈમેલમાં આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

IPL 2023 Format: IPL 2023 ફરી એકવાર જૂના ફોર્મેટમાં પરત ફરશે. એટલે કે હવે પહેલાની જેમ ટીમો અડધી મેચ પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર અને અડધી મેચ અન્ય ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે. આ સાથે મહિલા IPL પણ આવતા વર્ષથી શરૂ થવા જઈ રહી છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી દ્વારા રાજ્યોના એસોસિએશનને મોકલવામાં આવેલા ઈમેલમાં આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

ગાંગુલીએ મંગળવારે રાજ્ય ક્રિકેટ એસોસિએશનને એક ઈમેલ કર્યો હતો. આ મુજબ, કોવિડ-19ને કારણે છેલ્લા ત્રણ સીઝનથી મર્યાદિત સ્થળ પર રમાતી IPL હવે પહેલાની જેમ હોમ અને અવે ગ્રાઉન્ડના આધારે રમાશે. ગાંગુલીએ લખ્યું છે કે, 'આગામી સિઝનથી આઈપીએલમાં મેચો હોમ-અવે ફોર્મેટમાં રમાશે. તમામ 10 ટીમો પોતપોતાની ઘરઆંગણે મેચ રમશે.

પુરુષોની IPL ભારતમાં અને ભારતની બહાર બંને જગ્યાએ રમાશે. આ સિવાય મેન્સ આઈપીએલની તમામ 10 ટીમો પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી શકશે. જો કે ગયા વર્ષે આઈપીએલ ભારતમાં માત્ર 4 મેદાન પર રમાઈ હતી. જેમાં મુંબઈ અને પુણેના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે કોલકાતા અને અમદાવાદમાં નોકઆઉટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ વખત IPLનું ટાઇટલ જીત્યું હતું.

મહિલા IPL આવતા વર્ષથી શરૂ થશે
સૌરવ ગાંગુલીએ લખ્યું છે કે, 'BCCI હાલમાં મહિલા IPLના આયોજન પર કામ કરી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તેની પ્રથમ સિઝન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. વધુ વિગતો આગામી સમયમાં સ્પષ્ટ થશે.

મહિલાઓ માટે અંડર-15 ટુર્નામેન્ટ
સૌરવ ગાંગુલીએ ઈમેલમાં લખ્યું, 'મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે આ સિઝનથી અંડર-15 ગર્લ્સ ટૂર્નામેન્ટ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ સારી રીતે આગળ વધી રહી છે અને આપણી રાષ્ટ્રીય ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ નવી ટૂર્નામેન્ટ છોકરીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે માર્ગદર્શન આપશે.

આ પણ વાંચોઃ

IND vs AUS: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો કેટલા વાગ્યે જોઇ શકાશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

Embed widget