શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં મધ્યપ્રદેશમાં દારૂની દુકાનો ખુલશે ? જાણો CM શિવરાજ સિંહ ચૌહાણે શું લીધો નિર્ણય
મધ્યપ્રદેશમાં કુલ 9 જિલ્લાઓ રેડ ઝોનમાં સામેલ છે, જ્યારે 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે અને 24 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ છે.
ભોપાલ: કેંદ્ર સરકારે લૉકડાઉનનો સમય વધારી 17 મે કરી દીધો છે. આ સાથે જ જિલ્લાઓને ગ્રીન,ઓરેન્જ અને રેડ ઝોનમાં વહેંચી લૉકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. આ છૂટમાં દારૂની દુકાનો ખોલવાનો આદેશ હતો, જેના પર આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં દારૂની દુકાનો લોકડાઉન ખત્મ થવા સુધી એટલે કે 17 મે સુધી નહી ખુલે.
બીજી તરફ સરકારે થિયેટર માટે એક આદેશ જાહેર કર્યો છે, જે મુજબ પ્રદેશમાં તમામ થિયેટર અને મલ્ટીપ્લેક્સ 17 મે સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં કુલ 9 જિલ્લાઓ રેડ ઝોનમાં સામેલ છે, જ્યારે 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે અને 24 જિલ્લા ગ્રીન ઝોનમાં સામેલ છે.
ગ્રીન ઝોન વાળા 24 જિલ્લા
રીવા, અશોકનગર,રાજગઢ,શિવપુરી,અનૂપપુર,બાલાઘાટ,ભિંડ,છતરપુર,દમોહ,દતિયા,ગુના,ઝાબુઆ,કટની,મંડલા, નરસિંહપુર,નીમચ,પન્ના,સતના,સીહોર,સિવની,સીધી,ઉમરિયા,સિંગરૌલી,નિવાડી
ઓરેન્જ ઝોન વાળા 19 જિલ્લા
ખરગોન,રાયસેન,હોશંગાબાદ,રતલામ,આગર-માલવા,મંદસૌર,સાગર,શાજાપુર,છિંદવાડા,આલીરાજપુર,ટીકમગઢ,શહડોલ,શ્યોપુર,ડિંડોરી,બુરહાનપુર,હરદા,બૈતૂલ,વિદિશા,મુરૈના,
રેડ ઝોન વાળા 9 જિલ્લા
ઈન્દોર,ભોપાલ,ઉજ્જૈન,જબલપુર,ઘાર,બડવાની,પૂર્વ નિમાડ(ખંડવા),દેવાસ, ગ્વાલિયર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement