શોધખોળ કરો
Lockdown 4.0: દેશના આ 30 શહેરોમાં ચાલુ રહી શકે છે કડક લોકડાઉન, જાણો ગુજરાતના કેટલા શહેરો છે સામેલ
સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની મળેલી મીટિંગમાં આ શહેરોની સમીક્ષા કરવામાં આવી હતી.
![Lockdown 4.0: દેશના આ 30 શહેરોમાં ચાલુ રહી શકે છે કડક લોકડાઉન, જાણો ગુજરાતના કેટલા શહેરો છે સામેલ Lockdown 4: 30 municipal areas have been identified for stricter measures Lockdown 4.0: દેશના આ 30 શહેરોમાં ચાલુ રહી શકે છે કડક લોકડાઉન, જાણો ગુજરાતના કેટલા શહેરો છે સામેલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/17210034/9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 3000થી વધારે કેસ સામે આવી રહ્યા છે. નવા મામલાને ધ્યાનમાં રાખી લોકડાઉન 4માં 30 જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની મળેલી મીટિંગમાં આ શહેરોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ 30 નગરપાલિકા વિસ્તારોમાં ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેંલગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓડિશા સામેલ છે.
કયા રાજ્યના કયા શહેર છે સામેલ
ગુજરાતઃ અમદાવાદ, વડોદરા, સુરત
મહારાષ્ટ્રઃ મુંબઈ, ઔરંગાબાદ, પુણે, પાલઘર, સોલાપુર, નાશિક, થાણે
તમિલનાડુઃ કુડ્ડાલોક, ચેંગલપટ્, અરિયાલુર, વિલ્લુપુરમ, તિરુવલ્લૂર, ગ્રેટર ચેન્નઈ
મધ્યપ્રદેશઃ ભોપાલ, ઈન્દોર
પશ્ચિમ બંગાળઃ હાવડા અને કોલકાતા
રાજસ્થાનઃ જયપુર, જોધપુર, ઉદયપુર
ઉત્તરપ્રદેશઃ મેરઠ, આગ્રા
આંધ્રપ્રદેશઃ કુરનુલ
તેલંગાણાઃ ગ્રેટર હૈદરાબાદ
પંજાબઃ અમૃતસર
ઓડિશાઃબરહમપુર
દિલ્હીઃ મોટાભાગના વિસ્તાર
દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90,927 પર પહોંચી છે. 2872 લોકોના મોત થયા છે અને 34,109 લોકો સાજા થઈ ગયા છે. હાલ 53,946 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)