શોધખોળ કરો
Advertisement
તમિલનાડુએ 30 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન, IT કંપનીમાં 20% કર્મચારી કરી શકશે કામ
આઈટી કંપનીઓ 20 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકશે. મહત્તમ 40 લોકો જ કામ કરી કરશે.
ચેન્નઈઃ તમિલનાડુ સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા લોકડાઉનની મુદત 30 જૂન સુધી વધારી દીધી છે. જોકે, સરકારે સાર્વજનિક પરિવહનની સુવિધા આંશિક રીતે શરૂ કરવા અને કાર્યસ્થળ પર વધારે કર્મચારીને કામ કરવાની મંજૂરી સહિત વધારે ઢીલ આપી છે.
મુખ્યમંત્રીએ કે. પલાનીસ્વામીએ કહ્યું ધાર્મિક સ્થલો, આંતરરાજ્ય બસ પરિવહન, મેટ્રો સેવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. પરંતુ ચેન્નઈ, કાંચીપુરમ, તિરુવલ્લૂર, ચેંગલપેટ જિલ્લામાં બસ નહીં ચાલે. કારણકે રાજ્યમાં સંક્રમણના વધારે મામલા અહીંયા સામે આવ્યા છે.
આઈટી કંપનીઓ 20 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકશે. મહત્તમ 40 લોકો જ કામ કરી કરશે. રાજ્યમાં શો રૂમ તથા જ્વેલરી શોપ્સને પણ ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે મોલ બંધ રહેશે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઈ પ્રમાણે તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 21,184 પર પહોંચી છે અને 160 લોકોના મોત થયા છે. 12,000 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion