શોધખોળ કરો
Advertisement
કન્સ્ટ્રક્શન મજૂરોને લઈ દિલ્હી સરકારનો મોટો નિર્ણય, ખાતામાં જમા કરાવશે આટલા રૂપિયા, જાણો વિગતે
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હાલ પણ પ્રવાસી મજૂરો મજબૂરીમાં દિલ્હી છોડીને જવાની કોશિશ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે વેપાર ઉદ્યોગ બંધ છે. આ દરમિયાન મજૂરોને સૌથી વધુ નુકસાન થયું છે. લોકડાઉનમાં કામ મળતું બંધ થઈ જવાના કારણે મજૂરોની હાલત કફોડી બની છે.
આ દરમિયાન દિલ્હી સરકારે કન્સ્ટ્રકશન મજૂરોને 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દિલ્હીના લેબર મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું, "ગત મહિને દિલ્હી સરકારે નોંધાયેલા કન્સ્ટ્રક્સન વર્કર્સના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવ્યા હતા. લોકડાઉન લંબાવવામાં આવ્યું હોવાથી સરકારે આ મહિને પણ તેમના ખાતામાં 5000 રૂપિયા જમા કરીને મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે."
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હાલ પણ પ્રવાસી મજૂરો મજબૂરીમાં દિલ્હી છોડીને જવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકો પગપાળા જઈ રહ્યા છે. ભૂખ્યા પેટે ઘણા કિલોમીટર સુધી ચાલે છે જે યોગ્ય નથી. તેમણે કહ્યું, મારૂ દિલ્હીમા પ્રવાસી મજૂરોને નિવેદન છે કે અમે તમારા માટે જમવાની સગવડતા કરી છે, છતા પણ તમે વતન જવા માંગો છો તો તેના માટે અમે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે ટ્રેનને લઈને વાત કરી રહ્યા છીએ. દેશમાં કોરોના સંક્રમિતોની બાબતમાં દિલ્હી દેશમાં ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7233 પર પહોંચી છે.Delhi Govt had taken a decision to deposit Rs 5000 into the bank accounts of the registered construction workers last month. This month also as the lockdown has been extended govt has decided to again deposit Rs 5000 to provide them help: Delhi Labour Minister Gopal Rai #COVID pic.twitter.com/68Qd8s8ikw
— ANI (@ANI) May 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement