શોધખોળ કરો
લૉકડાઉનમાં રાહતના સમાચાર, CNG અને PNGના ભાવમાં થયો મોટો ઘટાડો, નવા રેટ આજથી લાગુ.....
દિલ્હીમાં CNGની કિંમતોમાં 3 રૂપિયા 20 પૈસા પ્રતિ કિલોની ઘટાડો કરવામાં આવ્યો છે, હવે આજથી CNG 42 રૂપિયા પ્રતિ કિલો મળશે

અદાણી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારો અમદાવાદ અને વડોદરાના વાહનચાલકોને આર્થિક ઝાટકો આપ્યો છે. કંપનીએ સીએનજીના ભાવમાં કિલોએ 1 રૂપિયાનો વધારો કરીને કિલોએ 55 રૂપિયા કર્યા છે. આ પહેલા કિલોનો ભાવ 54 રૂપિયા હતો. આ ભાવ વધારો 2 જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. અમદાવાદ અને વડોદરામાં સીએનજીના ૧.૫૦ લાખ વાહન ચાલકો ઉપર ભાવ વધારો ઝીંકાયો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાની વચ્ચે બજાર સુસ્ત પડી ગયુ છે, લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે હાલ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં CNG અને PNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા ઘટેલા ભાવો આજથી લાગુ થઇ જશે. દિલ્હીમાં CNGની કિંમતોમાં 3 રૂપિયા 20 પૈસા પ્રતિ કિલોની ઘટાડો કરવામાં આવ્યો છે, હવે આજથી CNG 42 રૂપિયા પ્રતિ કિલો મળશે. નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં સીએનજીમાં 3 રૂપિયા 60 પૈસા પ્રતિ કિલોની કમી બાદ હવે નવી કિંમત 47 રૂપિયા 75 પૈસા પ્રતિ કિલો થઇ ગઇ છે.
PNGના ભાવમાં પણ ઘટાડો દિલ્હીમાં પીએનજીના ભાવમાં 1 રૂપિયો 55 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી હવે 28 રૂપિયા 55 પૈસા ચૂકવવા પડશે. ઉપરાંત નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં પીએનજીના ભાવોમાં 1 રૂપિયો 65 પૈસાનો ઘટાડો આવ્યો છે.
PNGના ભાવમાં પણ ઘટાડો દિલ્હીમાં પીએનજીના ભાવમાં 1 રૂપિયો 55 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી હવે 28 રૂપિયા 55 પૈસા ચૂકવવા પડશે. ઉપરાંત નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં પીએનજીના ભાવોમાં 1 રૂપિયો 65 પૈસાનો ઘટાડો આવ્યો છે. વધુ વાંચો





















