શોધખોળ કરો
Advertisement
કોરોના Lockdownને લઈ PM મોદી આજે નહીં કરે રાષ્ટ્રને સંબોધન
લોકડાઉનનો આજે 18મો દિવસ છે પરંતુ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને 7 હજારને પાર પહોંચી ગઈ છે અને 239નાં મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના ખતરો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસને લઈ લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે 18મો દિવસ છે. પરંતુ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 7 હજારને પાર પહોંચી ગઈ છે અને 239નાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી. બેઠકમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેશે તેવા અહેવાલ સામે આવ્યા હતા પરંતુ પીએમ મોદી આજે રાષ્ટ્રને સંબોધન નહીં કરે. એવામાં લોકડાઉનને લઈ કોઈ જાહેરાત કરવામાં આવશે નહીં.
પીએમ સાથેની મીટિંગમાં દિલ્હીના સીએમ કેજરીવાલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સહિત 10 રાજ્યના મુખ્યમંત્રીઓ લોકડાઉનના વધારવાનું સમર્થન કર્યુ હતું.
રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ પૂર્ણ થયાની ગણતરીની મીનિટોમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી. તેના બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે પીએમ મોદી લોકડાઉને લઈ આજે દેશને સંબોધન કરશે પરંતુ પીએમ મોદી આજે સંબોધન નહીં કરે અને જલ્દી જ લોકડાઉન મામલે નિર્ણય લઈ શકે છે.
કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું હતું, “પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાનો યોગ્ય ફેંસલો લીધો છે. સમય પર લોકડાઉનના કારણે આજે ભારતની સ્થિતિ બીજા વિકસિત દેશો કરતા ઘણી સારી ચે. જો હાલ તે ખતમ કરી દેવામાં આવે તો બધુ બેકાર થઈ જશે. સ્થિતિને ઠીક કરવા માટે લોકડાઉન વધારવું જરૂરી છે.” જોકે પ્રધાનમંત્રી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીઓ સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રીએ તેમના ફાઇનલ રિમાર્કમાં દેશમાં લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવવાનો ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને લોકડાઉનનું કડક પાલન કરવાની અપીલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion