શોધખોળ કરો
સાંસદો વચ્ચે ધક્કામુક્કી બાદ કોગ્રેસ વિરુદ્ધ લોકસભામાં પ્રસ્તાવ લાવશે BJP
ભાજપે કહ્યું કે તે મંગળવારના રોજ લોકસભામાં કોગ્રેસના સાંસદો વિરુદ્ધ એક પ્રસ્તાવ લઇને આવશે
નવી દિલ્હીઃ લોકસભામાં ભાજપ અને કોગ્રેસના સભ્યોના હંગામા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહી મંગળવાર સવાર સુધી 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. લોકસભા સ્પીકરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સાંસદમાં જે કાંઇ થયું તેનાથી તેઓ વ્યક્તિગત રીતે દુખી છે. બાદમાં ભાજપે કહ્યું કે તે મંગળવારના રોજ લોકસભામાં કોગ્રેસના સાંસદો વિરુદ્ધ એક પ્રસ્તાવ લઇને આવશે જેમાં સાંસદની કાર્યવાહીમાં અડચણ ઉભી કરવા અને મર્યાદા તોડવાને લઇને તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરશે.
સોમવારે વિપક્ષી દળોએ સંસદમાં દિલ્હી હિંસાના મુદ્દા પર જોરદાર વિરોધ કર્યો અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ ભાજપ અને કોગ્રેસના સાંસદોએ લોકસભામાં એકબીજા સાથે ધક્કામુક્કી કરી હતી.
બજેટ સત્રના બીજા ચરણમાં પ્રથમ દિવસે વિપક્ષી સભ્યોના હંગામા અને નારેબાજીના કારણે રાજ્યસભામાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ થઇ શક્યો નહીં. જોકે, લોકસભામાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ એટલા માટે ના થઇ શક્યો કારણ કે સંસદની બેઠકને વર્તમાન સભ્ય જેડીયૂના વૈધનાથ પ્રસાદ મહંતોના નિધનના કારણે બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement