શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જાણો કોને કોને મળી ટિકીટ?
નવી દિલ્હીઃ ભાજપે મોડી રાત્રે 36 ઉમેદવારોની ત્રીજી યાદી જારી કરી છે. પાર્ટીએ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને ઓડિશાના પુરી સીટથી ઉમેદવાર બનાવ્યા છે. ધ્યાન રહે કે સતત 2 વર્ષ સુધી ચર્ચા રહી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની પુરીથી લોકસભા ચૂંટણી લડશે. ભાજપના પ્રદેશ નેતૃત્વએ પણ ઓડિશાથી ચૂંટણી લડવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે હવે આ વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 06, ઓરિસ્સાની 5, મેઘાલયની 1 અને અસમની 1 સીટ પર ઉમેદવાર જાહેર કરાયો છે. આપને જણાવી દઇએ કે ભાજપ આની પહેલાં લોકસભા ચૂંટણી માટે બે બીજી યાદી રજૂ કરી ચૂકયું છે. પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 184 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. તો બીજીબાજુ યાદીમાં માત્ર એક નામ સામેલ હતું.
આપને જણાવી દઇએ કે ભાજપની 184 ઉમેદવારોની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પણ નામ સામેલ હતું. પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ લાલ કૃષ્ણ અડવાણીની જગ્યા એ ગાંધીનગરથી ચૂંટણી લડશે. સ્મૃતિ ઇરાની અમેઠી, રાજનાથ સિંહ લખનઉ, નિતિન ગડકરી નાગપુર, વીકે સિંહ ગાઝિયાબાદથી ચૂંટણી લડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement