શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડશે આ મહિલા જે એક સમયે સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ હતી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બીજી સીટ તરીકે કેરળની વાયાનાડની સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. અહીં રાહુલની ટક્કર માકપા અને ભાજપ સમર્થિત ઉમેદવાર સાથે થશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બીજી સીટ તરીકે કેરળની વાયાનાડની સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. અહીં રાહુલની ટક્કર માકપા અને ભાજપ સમર્થિત ઉમેદવાર સાથે થશે. ઉપરાંત અહીંથી એક મહિલા ઉમેદવારે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવી છે. તેનું નામ છે સરિતા નાયર. સરિતા કોંગ્રેસ કાર્યકર્તા રહી છે અને તેનો આરોપ છે કે પ્રદેશના મોટા કોંગ્રેસના નેતાઓએ તેનું શારીરિક શોષણ કર્યું છે. 300થી વધારે કેસમાં નાયરનું નામ સામેલ છે.
ઈન્ડીયન એક્સપ્રેસના રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે, હું સાંસદ બનવા કે લોકસભા જવા માટે ચૂંટણી નથી લડી રહી પરંતુ આ લોકોને શરમમાં મુકવા માટે લડી રહી છુ, જેમની વિરુદ્ધ આપરાધિક આરોપ છે.
નાયરે દાવો કર્યો કે, ગાંધીને કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ પર આરોપ છે તેમને હટાવવાની વિનંતી કરતાં અનેક પત્રો લખ્યા. નાયર પર સોલાર કાંડમાં સામેલ થવા સહિત કેરળમાં 28 આપરાધિક કેસ ચાલી રહ્યા છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ વિજ્ઞાપનમાં આપી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર આરોપ લગાવવાની સાથે નાયરે કહ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને પણ આ મામલે ફરિયાદ કરી હતી. પરંતુ રાહુલ ગાંધી તરફથી કોઈ જવાબ ન મળતા અને આ મુદ્દે કોઈ નોંધ ન લેવાના કારણે હવે તેમણે તેમની જ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. નાયરે એવું પણ કહ્યું કે, મને હંમેશા એક દગાખોર તરીકે લેબલ કરવામાં આવી છે, પરંતુ આ નેતા કેવા છે, જેમણે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કર્યા છે, જે નાણાંકીય અપરાધ કરતા ઘણા ગંભીર છે, તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે.
સોલાર સરિતાના ઉપનામથી જાણીતી સરિતા ચેનગન્નૂર કસ્બાથી આવે છે, જે તિરૂઅનંતપુરમથી લગભગ 100 કિમી દૂર છે.
સરિતાએ પોતાની પહેલી નોકરી એક શેર બ્રોકર ફર્મમાં કરી. તેની અગામી નોકરી કેરળ હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડમાં હતી. ત્યારબાદ પોતાના બોયફ્રેન્ડ બીજૂ સાથે તેણે પોલિટિકલ હસ્તીઓ સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું. 2010 સુધી તેનો પ્રભાવ ઘણો વધી ચુક્યો હતો. તેના પર વ્યાપારીઓને છેતરી 6 કરોડના ગોટાળાનો આરોપ હતો. સરિતા પર બીજૂની પત્નીની હત્યાનો પણ આરોપ હતો, જેને પહેલા આત્મહત્યા માનવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement