Lok Sabha Elections 2024: હેમા માલિની વિરુદ્ધ નિવેદન આપીને બરાબરના ભરાયા કોંગ્રેસ નેતા, ચૂંટણી પંચે ફટકારી નોટિસ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને મોટો આંચકો લાગ્યો છે. ભાજપ નેતા હેમા માલિની વિરુદ્ધ આપેલા નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે મંગળવારે (9 એપ્રિલ, 2024) તેમને નોટિસ જારી કરી છે.
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને મોટો આંચકો લાગ્યો છે. ભાજપ નેતા હેમા માલિની વિરુદ્ધ આપેલા નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે મંગળવારે (9 એપ્રિલ, 2024) તેમને નોટિસ જારી કરી છે. નોટિસ હેઠળ, કોંગ્રેસ નેતાને કહેવામાં આવ્યું છે કે, તમે 11 એપ્રિલ, 2024 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં આ મામલે જવાબ આપો.
ECI issues notice to Congress leader Randeep Surjewala for his comments against BJP leader Hema Malini; response sought by April 11, 2024 (5 pm)
— ANI (@ANI) April 9, 2024
ECI demands action from the INC President on ensuring respectful public discourse towards women by party leaders and functionaries;…
ચૂંટણી પંચે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી કાર્યવાહીની માંગ કરી છે અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના નેતાઓ મહિલાઓ પ્રત્યે સન્માનપૂર્વક વર્તે. મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે 11 એપ્રિલ 2024 સુધીમાં જવાબ આપવો પડશે કે તેમણે આ અંગે શું પગલાં લીધાં.
તમારી માતાએ તમને કેવા પ્રકારના સંસ્કાર આપ્યા ઠે?, NCW ચીફે પૂછ્યું
હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પરથી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. રણદીપ સુરજેવાલાએ તેમના વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના પછી મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયાએ કોંગ્રેસ નેતા પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે, રણદીપ સુરજેવાલાએ આ કહીને પોતાની માનસિકતા દર્શાવી છે. આમ કહીને તેણે કહ્યું કે તેની માતાએ તેને મહિલાઓ માટે કેવા પ્રકારના સંસ્કાર આપ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે આવા સારા દેખાતા લોકો કેવી રીતે મનથી કાળા હોઈ શકે છે. આ રીતે રણદીપ સુરજેવાલા ક્યારેય મહિલાઓને આગળ વધવા દેશે નહીં.
વિવાદ વધતાં રણદીપ સુરજેવાલાએ શું કહ્યું?
વિવાદ બાદ કોંગ્રેસના નેતા સુરજેવાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ભાજપના આઈટી સેલને કોઈ પણ વાતને તોડી મરોડીને રજુ કરવાની આદત પડી ગઈ છે, જેથી દરરોડ મોદી સરકારની યુવા વિરોધી, ખેડૂત વિરોધી, ગરીબ વિરોધી નીતિઓ અને નિષ્ફળતાઓ અને ભારત ભારતના બંધારણને ખતમ કરવાના ષડયંત્ર પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. તમે આખો વીડિયો સાંભળો, મે કહ્યું છે કે, અમે તો હેમા માલિનીનું પણ સન્માન કરીએ છીએ. કેમ કે, તેમણે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે, વહુ છે અમારી.