શોધખોળ કરો

Lok Sabha Election Result 2024: ચૂંટણી પંચના આંકડામાં ભાજપ-કૉંગ્રેસ કેટલી બેઠકો પર આગળ, જાણો ચોંકાવનારુ પરિણામ

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના ડેટા પર નજર કરીએ તો અત્યાર સુધી 543માંથી 529 સીટો માટે ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યો છે.

Lok Saha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના ડેટા પર નજર કરીએ તો અત્યાર સુધી 543માંથી 529 સીટો માટે ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આમાં પણ ભાજપ 229 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 98 બેઠકો પર આગળ છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

જો ગઠબંધન દ્વારા જીતેલી સીટોની વાત કરીએ તો એનડીએ ગઠબંધન 287 સીટો પર આગળ છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન હાલમાં 158 સીટો પર આગળ છે. ઈન્ડિયા ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ફાયદો થતો જણાય છે. અહીં પાર્ટી લગભગ 40 સીટો પર આગળ વધતી જોવા મળી રહી છે. 

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની પાર્ટી સપાનું પ્રદર્શન ખૂબ જ ચોંકાવાનારુ રહ્યું છે. અહીં ભાજપને મોટો ઝટકો લાગી રહ્યો છે. સપા 30થી વધુ બેઠકો પર આગળ છે.  

રાજસ્થાનમાં ભાજપને ઝટકો લાગી શકે

સમગ્ર દેશની નજર રાજસ્થાનની 25 લોકસભા સીટો પર છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે કુલ 56 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક કરી છે. NDA 13 બેઠકો પર આગળ છે. ઈન્ડિયા ગઠબંધન 12 બેઠકો પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠકો પર આગળ છે. મતગણતરીના શરુઆતના વલણોમાં  કૉંગ્રેસનું પ્રદર્શન  રાજસ્થાનમાં ખૂબ જ સારુ જોવા મળી રહ્યું છે. 

તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક

તમિલનાડુની તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ડીએમકેને બમ્પર જીત મળી હતી. આ પાર્ટીએ 39માંથી 38 બેઠકો કબજે કરી હતી. આ વખતે બીજેપી અન્નામલાઈના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરી છે. તમિલનાડુમાં ફરી એક વખત ડીએમકેનો દબદબો જોવા મળી રહ્યો છે. 
  
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.

બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું

ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું

ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું

પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું

સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget