Lok Sabha : 2024 પહેલા જ કોંગ્રેસ 'મમતા' વિહોણી, જો રાહુલ વિપક્ષનો ચહેરો બન્યા તો.....
TMC ચીફે કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે નહીં. રાહુલ ગાંધી પીએમ મોદી માટે ટીઆરપી જેવા છે.
Mamata Banerjee On Rahul Gandhi: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. TMC ચીફે કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે નહીં. રાહુલ ગાંધી પીએમ મોદી માટે ટીઆરપી જેવા છે. મમતા બેનર્જી મુર્શિદાબાદમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે સાગરદિઘી પેટાચૂંટણીમાં ટીએમસીની હાર બદલ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અધીર રંજન ચૌધરીએ પેટાચૂંટણી દરમિયાન આરએસએસ-સીપીએમ સાથે મળીને આયોજન કર્યું હતું. તેઓ ભાજપના નંબર વન નેતા છે.
ભાજપ જ રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરા તરીકે ઈચ્છે છે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપે રાહુલ ગાંધીને નેતા બનાવવા સંસદમાં હંગામો મચાવ્યો છે. ભાજપ જ ઇચ્છે છે કે, રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો બને, નહીં તો સંસદમાં તેમણે બહાર જે કહ્યું તેના પર હંગામો કેમ થયો? અમે ઇચ્છીએ છીએ કે સંસદની કાર્યવાહી સરળતાથી ચાલે. અમે અદાણી મુદ્દે ચર્ચા ઇચ્છીએ છીએ. અમે CAA, NRC, યુનિફોર્મ સિવિલ કોડ બિલનો વિરોધ કર્યો છે. લઘુમતી સમુદાય અમારા હાથમાં સુરક્ષિત છે.
ટીએમસી કોંગ્રેસને ધકેલી રહી છે હંસિયામાં?
તાજેતરના દિવસોમાં રાહુલ ગાંધી પર ટીએમસી દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ટીએમસી કોંગ્રેસને વિપક્ષ તરીકે હાંસિયામાં ધકેલી રહી છે. થોડા દિવસો પહેલા જ મમતા બેનર્જીએ યુપીના પૂર્વ સીએમ અને સપાના વડા અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે નવો મોરચો બનાવવાને લઈને સમજૂતી પણ થઈ ગઈ છે.
"ભાજપને મળશે મદદ"
ટીએમસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરા તરીકે ઈચ્છે છે. તેનાથી ભાજપને મદદ મળશે. ભાજપ વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન બદલ સંસદનું કામકાજ થવા દેતા નથી. ટીએમસીએ કહ્યું હતું કે, અમે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવવાની યોજના અંગે અન્ય વિપક્ષી દળો સાથે વાત કરીશું. કોંગ્રેસ વિપક્ષની બિગ બોસ છે તે એક ભ્રમણા છે.
કોંગ્રેસ વિરોધ કૂચથી અંતર બનાવવામાં આવ્યું હતું
આ સિવાય સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે અન્ય અનેક પક્ષો સાથે મળીને અદાણી કેસમાં જેપીસીની માંગણી સાથે માર્ચ કાઢી હતી, પરંતુ ટીએમસીએ વિરોધમાં ભાગ લીધો નહોતો. ટીએમસીએ આ મામલે સંસદ પરિસરમાં અલગથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.