શોધખોળ કરો
Advertisement
પ્રેમીએ કર્યા અન્ય યુવતી સાથે લગ્ન, ડોક્ટર પ્રેમિકાને આવ્યો ગુસ્સો, પ્રેમીને બોલાવ્યો ક્લિનિક પર ને....
કર્ણાટકના બેંગલુરુમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરતાં ગુસ્સે ભરાયેલી મહિલા ડોકટર પ્રેમિકાએ પ્રેમીને ક્લિનક પર બોલાવીને તેનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો હતો. આ મામલે મહિલા ડોકટરને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરતાં ગુસ્સે ભરાયેલી મહિલા ડોકટર પ્રેમિકાએ પ્રેમીને ક્લિનક પર બોલાવીને તેનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો હતો. આ મામલે મહિલા ડોકટરને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
ઘટના 2008 છે. સઈદા અમીદા નહીમ નામની મહિલા ડેન્ટિસ્ટ હતી અને તે એક વ્યક્તિને પ્રેમ કરતી હતી પરંતુ કોઈવાતને લઈ તેનો પ્રેમી સાથે ઝઘડો થયો અને બાદમાં સંબંધ ખતમ કરી દીધો. જે બાદ મહિલા ડોક્ટરના પ્રેમીએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા. આ વાતથી મહિલા ડોકટરને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ગમે તેમ કરીને પૂર્વ પ્રેમીને મળવા માટે ક્લિનિક બોલાવ્યો અને તેને નશીલું જ્યૂસ પીવડાવી બેભાન કરી દીધો.
પૂર્વ પ્રેમી બેભાન થતાં જ મહિલા ડોકટરે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપીને નાળામાં નાંખી દીધો. જ્યારે પ્રેમીની આંખ ખુલી ત્યારે તેને દર્દ થવા લાગ્યું અને આસપાસ લોહી જોયું. આ જોઈ મહિલા ડોકટર ગભરાઈ ગઈ અને તેને એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવીને ચાલી ગઈ.
મહિલા ડોકટર ત્યારે મૈસૂરમાં રહેતી હતી ત્યારે આ વ્યક્તિ સાથે પરિચયમાં આવી હતી. પંરતુ પ્રેમી તેનાથી અલગ થયો અને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા તે વાત સઇદાને પસંદ નહોતી પડી. તેણે પૂર્વ પ્રેમીને શોધીને બદલો લેવા માટે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. આશરે 11 વર્ષ સુધી ચાલેલા આ મામલામાં જિલ્લા કોર્ટે મહિલા ડોક્ટરને આ ગુના માટે 10 વર્ષની જેલ અને બે લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ, આરોપી પરીક્ષાર્થી કેટલા વર્ષ નહીં આપી શકે પરીક્ષા, જાણો વિગત
સુરતઃ ડમ્પરે મોપેડને મારી ટક્કર, બે પિતરાઈ ભાઈઓના મોત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
Advertisement