શોધખોળ કરો
Advertisement
મુંબઇ બાદ હવે કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસમાં વિસ્ફોટ, સુરક્ષા એજન્સીઓ થઇ એલર્ટ
મુંબઇઃ કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસમાં બુધવારે સાંજે વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક જાણકારી અનુસાર, સાંજે સાત વાગ્યાના 10 મિનિટ પર આ ટ્રેનના જનરલ કોચના ટોઇલેટમાં વિસ્ફોટ થયો હતો. આ અગાઉ સવારે મુંબઇ પાસે મીરા રોડમાં આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હતો. આ વિસ્ફોટથી ભાગદોડ મચી ગઇ હતી. ટ્રેનમાં વિસ્ફોટથી અફરાતફરી મચી ગઇ હતી. ફોરેન્સિક એક્સપર્ટ અને એટીએસની ટીમ ઘટનાસ્થળ પર રવાના થઇ હતી. વિસ્ફોટથી ટોઇલેટથી છત ઉડી ગઇ હતી. કાનપુર સેન્ટ્રલથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ બર્રાજપુર સ્ટેશન પર ઉભી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો.
એક રિપોર્ટ અનુસાર, રેલવે અને સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક કોથળામાં વિસ્ફોટ રાખવામાં આવ્યો હતો. એસએસપી કાનપુર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. વિસ્ફોટમાં કોઇ ઘાયલ થયાની જાણકારી નથી. નોંધનીય છે કે આ અગાઉ મુંબઇ-અમદાવાદ રાજમાર્ગ પર આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો. થોડા કલાકોમાં બે વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement