શોધખોળ કરો

આજથી બદલાયો રાંધણગેસ સિલિન્ડરનો બુકિંગ નંબર, જાણો હવે ક્યા નંબર પર ફોન કરીને નોંધાવશો બોટલ ?

જો તમે રાંધણગેસ સિલિન્ડર રિફિલ કરાવવા માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ કામના સમાચાર છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આજથી એટલે કે 1 નવેમ્બરથી તમારો જૂના નંબર પર ગેસ બુક નહીં કરાવી શકો.

નવી દિલ્હીઃ જો તમે રાંધણગેસ સિલિન્ડર રિફિલ કરાવવા માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ કામના સમાચાર છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આજથી એટલે કે 1 નવેમ્બરથી તમારો જૂના નંબર પર ગેસ બુક નહીં કરાવી શકો. ઇન્ડેને પોતાના ગ્રાહકોને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે હવેથી સિલિન્ડર બુક કરાવી શકો છો. જોકે સિલિન્ડર અન્ય રીતે પણ બુક કરાવી શકાય છે. પ્રથમ ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાં જઈને, પોતાના મોબાઈલ નંબરથી કોલ કરીને, ઓનલાઈન અથવા કંપની દ્વારા આપવામાં આવેલ WhatsApp નંબરથી તમે સિલિન્ડર બુક કરાવી શકો છો. સૌથી સરળ રીત તમારા નંબરથી કંપની દ્વારા આપવામાં આવેલ નંબર પર કોલ કરવાની છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય. જણાવીએ કે એક નવેમ્બરથી એલપીજીની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં એલપીજીની સબસિડિમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન સિલિન્ડર 100 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે અને હવે સબસિડી શૂન્ય થઈ ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને પોતાની વેબસાઇટ પર સબસિડીવાળા સિલિન્ડરની કિંમત વિશે જાણકારી આપવાની બંધ કરી દીધી છે. એક વર્ષ પહેલા સુધી વેબસાઈટ પર તેની જાણકારી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 

Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત

IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન

Embed widget