શોધખોળ કરો
લખનઉમાં BJP કાર્યકર્તાઓએ હોર્ડિંગ લગાવીને મુલાયમ સિંહ યાદવનો કેમ માન્યો આભાર, જાણો વિગત

લખનઉઃ મુલાયમ સિંહ યાદવે નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બને તેમ કહેતા ભાજપ સાથે સંકળાયેલા લોકો ખુશ છે. બીજી તરફ લખનઉમાં બીજેપી કાર્યકર્તાઓએ એક હોર્ડિંગ લગાવીને મુલાયમનો આભાર માન્યો છે. મુલાયમ સિંહના નિવેદન બાદ પીએમ મોદીએ સંસદમાં અંતિમ દિવસે કહ્યું કે, મુલાયમના આશીર્વાદ તો મને મળી ગયા છે. મુલાયમ યાદવે શું કહ્યું હતું લોકસભામાં બુધવારે મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, હું પીએમને અભિનંદન આપવા માંગુ છું. પીએમે બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી છે. હું કહેવા માંગુ છું કે તમામ સભ્યો ફરીથી જીતીને આવો અને તમે(નરેન્દ્ર મોદી) ફરીથી વડાપ્રધાન બનો. મુલાયમના આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. વાંચોઃ 16મી લોકસભાઃ આ દિગ્ગજ નેતાઓએ 5 વર્ષમાં ન પૂછ્યો એક પણ સવાલ, જાણો વિગત આઝમ ખાનને થયું દુઃખ મુલાયમ સિંહ યાદવના આ નિવેદન પર સપા અધ્યક્ષ અને તેમના પુત્ર અખિલેશ યાદવ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે સપા નેતા આઝમ ખાને દુઃખ વ્યક્ત કર્યું હતું. આઝમ ખાને કહ્યું કે, ‘આ નિવેદન સાંભળીને ખૂબ દુઃખ થયું છે. નેતાજી પાસે આ શબ્દો બોલાવવામાં આવ્યા હોય તેમ લાગે છે.’ વાંચોઃ લોકસભામાં મુલાયમ સિંહ યાદવે PM મોદીને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું અમર સિંહે કહ્યું- મુલાયમ સિંહ યાદવનું આ નિવેદન ભ્રમ ઉભુ કરે તેવું છે. ચંદ્રકલા અને રામ રમણ જેમણે મુલાયમ અને માયાવતી બંનેના માર્ગદર્શનમાં નોઈડાને લૂંટ્યુ છે. તેઓ ઈચ્છે છે કે મોદીજી આ મામલે શાંત રહે. મુલાયમ સિંહે ખાણ તપાસમાંથી બચવા માટે આ પ્રમાણેનું નિવેદન આપ્યું છે.
વધુ વાંચો





















