શોધખોળ કરો
UPમાં ભાજપ સાંસદના પુત્ર પર ફાયરિંગ, ગત વર્ષે કર્યા હતા લવ મેરેજ, જાણો વિગત
લખનઉ પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું જે પિસ્ટલમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું તેને જપ્ત કરવામાં આવી છે. ગત વર્ષે સાંસદના પુત્રએ લવ મેરેજ કર્યા હતા. જે બાદ તે પિતાથી અલગ રહેતો હતો.

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ભાજપના સાંસદના પુત્ર પર ફાયરિંગ થયું હતું.મોહનલાલ ગંજથી ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર રાત્રે 2.10 મિનિટે ફાયરિંગ થયું હતું. પોલીસે કરેલા દાવા મુજબ સાંસદના પુત્રએ તેના સાળા પાસે ગોળી મરાવી હતી. પોલીસના કહેવા મુજબ તેની પાસે રિવોલ્વરનું લાયસન્સ હતું. જેને જપ્ત કરવામાં આવ્યું છે. હાલ તેણે ખુદ પર કેમ ગોળી મરાવી તેનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
લખનઉ પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું જે પિસ્ટલમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું તેને જપ્ત કરવામાં આવી છે. ગત વર્ષે સાંસદના પુત્રએ લવ મેરેજ કર્યા હતા. જે બાદ તે પિતાથી અલગ રહેતો હતો. હાલ ઘટનાની તપાસ શરૂ છે. સાંસદ પુત્રએ ખુદ પર કેમ ફાયરિંગ કરાવ્યું તેની તપાસ કરી રહ્યા છીએ.
આ પહેલા એવા અહેવાલ હતા સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષને બાઇક સવાર બદમાશો ગોળી મારીને ફરાર થઈ ગયા હતા. જેને ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સુધારા પર છે.
Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રની કઈ મોટી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી? જાણો કોંગ્રેસને માત્ર કેટલી સીટ મળી
Gujarat માં ફાટ્યો કોરોનાનો રાફડો, અમદાવાદ-સુરતની સ્થિતિ ચિંતાજનક
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
ધર્મ-જ્યોતિષ
Advertisement
