શોધખોળ કરો
Advertisement
Gujarat માં ફાટ્યો કોરોનાનો રાફડો, અમદાવાદ-સુરતની સ્થિતિ ફરી ચિંતાજનક
Gujarat Corona Update: અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુની ઉંમરના 56,489 લોકોએ રસી લીધી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા હતા. મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 454 નવા કેસ નોંધાયા હતા. હાલ 2522 એક્ટિવ કેસ છે અને 37 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 5 ફેબ્રુઆરી બાદ પ્રથમ વખત 2500ને પાર થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 2,70,770 છે અને કુલ મરણાંક 2,411 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 112, સુરત કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશનમાં 45, વડોદરામાં 12, આણંદમાં 11, સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા હતા.
ભાવનગર, છોટા ઉદેપુર અને નર્મદામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નહોતો. રાજ્યમાં 9,41,602 લોકોનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. જ્યારે 1,97,352 લોકોએ બીજો ડોઝ પણ લીધો છે. અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુની ઉંમરના 56,489 લોકોએ રસી લીધી છે.
રાશિફળ 3 માર્ચ: આ 5 રાશિના જાતકોની આવક કરતાં વધી શકે છે ખર્ચ, જાણો શું કહે છે તમારું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement