શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ: સિંધિયાનું સમર્થન કરનારા 6 MLAના રાજીનામા વિધાનસભા અધ્યક્ષે સ્વીકાર્યા
આ ધારાસભ્ય કમલનાથ સરકારમાં મંત્રી પણ હતા. જેઓને શુક્રવારે મુખ્યમંત્રીની ભલામણ બાદ રાજ્યપાલે પદ પરથી હટાવી દીધાં હતા.
ભોપાલ: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે વિધાનસભા અધ્યક્ષે 6 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધાં છે. આ તમામ 6 ઘારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં છે અને તેઓએ કૉંગ્રેસમાં પરત ફરવાનો ઈનકાર કરી દીધો હતો. આ ધારાસભ્ય કમલનાથ સરકારમાં મંત્રી પણ હતા. જેઓને શુક્રવારે મુખ્યમંત્રીની ભલામણ બાદ રાજ્યપાલે પદ પરથી હટાવી દીધાં હતા.
જે છ મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. તેમાં ઈમરતી દેવી, તુલસીરામ સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમન સિંહ તોમર અને ડૉ. પ્રભુરામ ચૌધરી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સિંધિયા સાથે કૉંગ્રેસના 22 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. જો કે આ તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી. માત્ર છ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવ્યાં છે.
ઉલ્લેખીય છે કે સિંધિયાએ 11 માર્ચે ભાજપ ખેસ ધારણ કરી લીધો હતો. સિંધિયાના સમર્થનમાં 22 ધારાસભ્યો છે. જો કે, કૉંગ્રેસનો આરોપ છે કે, આ ધારાસભ્યોને જબરજસ્તી હોટલોમાં રાખવામાં આવ્યા છે. સાથે કમલનાથે ભાજપ પર ધારાસભ્યોનું હૉર્સટ્રેન્ડિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 16 માર્ચથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને વ્હિપ જાહેર કરી દીધું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સભ્યો સંપૂર્ણ કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહે અને કોઈ પણ સ્થિતિમાં અનિવાર્યપણે શાસક પક્ષમાં મતદાન કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement