શોધખોળ કરો
Advertisement
મધ્ય પ્રદેશઃ આજે થશે શિવરાજ સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ, સિંધિયા જૂથના હશે 10 મંત્રી
આજે શપથ લેનારા મંત્રીઓમાંથી 10 મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના હશે. સિંધિયાની સાથે 8 મંત્રીઓએ પણ કમલનાથ સરકાર છોડી હતી.
ભોપાલઃ આજે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મંત્રીમંડળ વિસ્તરણને લઈ દિલ્હીથી લઈ ભોપાલ સુધી ચર્ચા વિચારણા ચાલતી હતી.
શિવરાજ સરકારના 100 દિવસ પૂરા થયા બાદ થઈ રહેલા વિસ્તરણમાં આશરે 25 જેટલા મંત્રીઓ શપથ લેવાની સંભાવના છે. તેમને મધ્યપ્રદેશના નવ નિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
આજે શપથ લેનારા મંત્રીઓમાંથી 10 મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના હશે. સિંધિયાની સાથે 8 મંત્રીઓએ પણ કમલનાથ સરકાર છોડી હતી. જેમાંથી બે તો મંત્રી બની ગયા છે પરંતુ બાકીના છ પૂર્વ મંત્રીઓની સાથે સિંધિયા જૂથના અન્ય ચાર મંત્રીઓના નામ પણ જોડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં 24 સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેથી પાર્ટીનું ધ્યાન ચૂંટણી વાળા વિસ્તારમાં પકડ મજબૂત કરવા પર છે. તેથી સિંધિયાની સાથે આવેલા મંત્રીઓ અને ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement