શોધખોળ કરો
Advertisement
MP:કૉંગ્રેસ ધારાસભ્યએ ઘરે-ઘરે જઈ લગાવ્યા CAA, NRC અને NPR વિરૂદ્ધ પોસ્ટર
મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે નો એનઆરસી, નો સીએએ, નો એનપીઆરના પોસ્ટર છપાવ્યા છે. આ સાથે જ તેમણે ઘરે-ઘરે જઈને જનતાને અપીલ કરી કે સરકાર તમારી પાસે કાગળ માંગે તો ઈનકાર કરી દેજો.
ભોપાલ: મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે નો એનઆરસી, નો સીએએ, નો એનપીઆરના પોસ્ટર છપાવ્યા છે. આ સાથે જ તેમણે ઘરે-ઘરે જઈને જનતાને અપીલ કરી કે સરકાર તમારી પાસે કાગળ માંગે તો ઈનકાર કરી દેજો.
મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટી અને મોટી સંખ્યમાં મુસ્લિમ સમાજ સીએએ,એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે આજે ભોપાલના જહાંગીરાબાદમાં લોકોના ઘરે-ઘરે જઈને નો એનઆરસી, નો સીએએ, નો એનપીઆરના પોસ્ટર લગાવ્યા હતા અને લોકોને જનગણના દરમિયાન કાગળ ન બતાવવા માટે અપીલ કરી હતી.
ધારાસભ્ય મસૂદે કહ્યું, આ કાળા કાયદા છે જે જનતા ઉપર નાખવામાં આવ્યા છે. જ્યાં સુધી તેને પરત નહી લેવામાં આવે અમે વિરોધ ચાલુ રાખશું. તેમણે કહ્યું, 'અમે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને બચાવવાની લડાઈ લડી રહ્યા છીએ.'
મધ્યપ્રદેશ સરકાર પહેલા જ પ્રદેશમાં સીએએ લાગુ નહી કરવાની જાહેરાત કરી ચૂકી છે. હવે કૉંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે એનપીઆરને પણ લાગુ કરવાની મનાઈ કરી છે. જ્યારે કેંદ્ર સરકાર સામે કમલનાથ સરકારના આ વલણના કારણે મધ્યપ્રદેશમાં ભાજપના નેતાઓ આક્રોશિત છે અને સતત કૉંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement