શોધખોળ કરો
પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા
1993માં માધવરાય સિંધિયાની જ્યારે લાગ્યું કે કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે ત્યારે કોંગ્રેસને અલવિદા કહીને પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. મધ્ય પ્રદેશ વિકાસ કોંગ્રેસ પાર્ટી બનાવ્યા બાદ તેઓ ફરી પાછા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
![પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા Madhya Pradesh Crisis Jyotiraditya Scindia repeats history પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/10204430/jyotiradity-scindia.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલઃ મધ્યપ્રદેશના રાજકારણમાં મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે અમંગળ બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ થયેલા સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને સત્તાના નવા દાવ રમ્યા છે. સિંધિયાએ ખુદ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.
સિંધિયાએ શાહ અને મોદી સાથે કરી મુલાકાત
કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા સિંધિયાએ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રધાનમંત્રી આવાસમાં મુલાકાત કરી હતી. કોંગ્રેસ છોડવાની સાથે જ સિંધિયાએ આગળનો રસ્તો નક્કી કરી લીધો છે. દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે અને તેના પિતા માધવરાય સિંધિયાની જયંતી છે તેવા જ સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં ભળી જવાનો નિર્ણય કર્યો છે.
પિતાની જયંતી પર જ છોડ્યો પંજો
જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાય સિંધિયાની આજે 75મી જયંતી છે. વર્ષ 1993માં માધવરાય સિંધિયાની જ્યારે લાગ્યું કે કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે ત્યારે કોંગ્રેસને અલવિદા કહીને પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. મધ્ય પ્રદેશ વિકાસ કોંગ્રેસ પાર્ટી બનાવ્યા બાદ તેઓ ફરી પાછા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
ઈતિહાસનું થયું પુનરાવર્તન
1967માં જ્યારે મધ્યપ્રદેશમાં ડીપી મિશ્રાની સરકાર હતી ત્યારે કોંગ્રેસથી ઉપેક્ષિત થઈને રાજમાતા વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ છોડી જનસંઘમાં સામેલ થઈ ગયા હતા અને જનસંઘની ટિકિટ પરથી ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી. વર્તમાન રાજકીય હલચલ વચ્ચે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના પિતા અને દાદાની જેમ કોંગ્રેસથી અલગ થવાની જાહેરાત કરી હતી.
હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)