શોધખોળ કરો

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ વિશ્વાસના મત પહેલાં જ માની લીધી હાર ? જાણો વિગત

મધ્યપ્રદેશના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે.

ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. પ્રદેશમાં કમલનાથ સરકાર રહેશે કે પછી શિવરાજ સિંહ સત્તા પર પાછા ફરશે. મધ્યપ્રદેશમાં બહુમત પરિક્ષણ પહેલા જ કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે કૉંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર પાસે બહુમત માટે નંબર નથી. દિગ્વિજય સિંહે કહ્યું પૈસા અને સત્તાના જોર પર એક બહુમતીવાળી સરકારને અલ્પમતમાં લાવવામાં આવી છે.
મુખ્યમંત્રી કમલનાથે આજે બપોરે 12 વાગ્યે એક પત્રકાર પરિષદ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે પત્રકાર પરિષદમાં મુખ્મમંત્રી રાજીનામાની જાહેરાત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કોંગ્રેસના બાકી બચેલા તમામ 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા. આ પહેલાં સ્પીકરે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા હતા. આ રીતે મધ્યપ્રદેશણાં 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આ બળવાખોર ધારાસભ્યોમાં મોટાભાગના જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. મધ્યપ્રદેશ વિધાનસભાના પ્રમુખ સચિવ અવધેશ પ્રતાપ સિંહે કહ્યું, મધ્યપ્રદેશ વિધાનસભાનું ખાસ સત્ર 20મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યું કે આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશની આજ્ઞાનું પાલન કરતાં બોલાવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા મુખ્યમંત્રી કમલનાથને શુક્રવારે ગૃહમાં બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું બહુમત સાબિત કરવાની કાર્યવાહી શુક્રવાર સાંજે 5 વાગ્યે સુધીમાં પૂરી થઈ જવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સદનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામં આવે. કોર્ટે કહ્યું બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં આવવાને લઈને કોઈ દબાવ નથી.

ટોપ સ્ટોરી

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?
₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget