શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં કોરોના સંકટના કારણે 31 માર્ચ સુધી ધોરણ -8 સુધીની તમામ શાળાઓ રહેશે બંધ, જાણો
31 માર્ચ, 2021 સુધી ધોરણ -8 સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. સરકારે કહ્યું કે રાજ્યમાં હવે નવું શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરૂ થશે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા શિવરાજ સરકારે શાળાઓને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે 31 માર્ચ, 2021 સુધી ધોરણ -8 સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. સરકારે કહ્યું કે રાજ્યમાં હવે નવું શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરૂ થશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે શાળા શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ઈંદર સિંહ પરમાર અને મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈંસ સામેલ હતા. મુખ્યમંત્રી શિવારાજ સિંહે કહ્યું કે સ્કૂલ શિક્ષણ ક્ષે6માં રૈડિકલ પરિવર્તન લાવવું છે, જેનાથી અહીંનું શિક્ષણ સર્વોત્તમ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શિક્ષકોની બદલીની એક નવી પોલિસી બનાવવા પર પણ ચર્ચા થઈ હતી. આ પોલિસી મુજબ જે શિક્ષકો ખૂબ જ લાંબા સમયથી ગ્રામ્ય ક્ષેત્રમાં છે, તેમને મોટા સ્થળો પર અને શરૂઆતમાં તમામનું પોસ્ટિંગ કેટલાક વર્ષો માટે ગ્રામ્ય ક્ષેત્રમાં કરવામાં આવે.
મધ્યપ્રદેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 1324 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,11,698 સુધી પહોંચી છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કારણે 14 લોકોના મોત થયા છે. અહીં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 3,314 પર પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
બિઝનેસ
Advertisement