શોધખોળ કરો
MP: વીજળી કાપ પર પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ઊર્જા મંત્રી ને ગુલ થઈ લાઈટ
આ પહેલા પણ ઊર્જા મંત્રી પ્રિયવ્રત સિંહ સાથે આવી ઘટના બની હતી. બે મહિના પહેલા જૂનમાં ઈંદોરમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક વીજળી ગુલ થઈ જવાથી અંધારું છવાઈ ગયું હતું.
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંગળવારે એક આશ્ચર્યનજક ઘટના જોવા મળી હતી. ઊર્જા મંત્રી પ્રેસ કોન્ફરન્સ દ્વારા એવી માહિતી આપતા હતા કે વીજળી કાપ બંધ થઈ ચુક્યો છે તે દરમિયાન જ લાઈટ જતી રહી હતી. બીજેપી નેતા અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર વ્યંગ કર્યો છે.
મધ્યપ્રદેશના ઊર્જા મંત્રી પ્રિયવ્રત સિંહ મંગળવારે કોંગ્રેસ ઓફિસમાં પાર્ટીના અન્ય નેતાઓ સાથે પીસી કરી રહ્યા હતા. રાજ્યમાં વીજકાપ અને ટ્રિપ ફોલ્ટ બંધ થઈ ચુક્યો છે તેવી જાહેરાત કરવા આવ્યા હતા. આ દરમિયાન અચાનક વીજળી જતી રહી હતી. મંત્રીએ લાઈટ જવાની ઘટનાને કાવતરું ગણાવ્યું હતું.#WATCH Madhya Pradesh: Power cut during press conference of State Energy Minister Priyavrat Singh at Congress Office in Bhopal pic.twitter.com/1Z6qjDSL78
— ANI (@ANI) August 20, 2019
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું, મધ્ય પ્રદેશની આવી હાલત છે અને આ છે ઊર્જા મંત્રીની પ્રેસ કોન્ફરન્સ. તેઓ કહી રહ્યા હતા કે રાજયમાં વીજળી કાપ અને ટ્રિપ ફોલ્ટ બંધ થઈ ગયા છે. બસ ત્યારે જ લાઇટ જતી રહી. કદાચ આને જ કહે છે ટકો કરાવ્યો ને કરા પડ્યા. આ પહેલા પણ ઊર્જા મંત્રી પ્રિયવ્રત સિંહ સાથે આવી ઘટના બની હતી. બે મહિના પહેલા જૂનમાં ઈંદોરમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક વીજળી ગુલ થઈ જવાથી અંધારું છવાઈ ગયું હતું. વીજળીનો અન્ય વિકલ્પ ન હોવાથી મંત્રીના કાર્યક્રમમાં ઘણા લાંબા સમય સુધી અંધારું રહ્યું હતુ. ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજ્યના વીજળી વિભાગે હોટલમાં વીજળી લાઈનોની તપાસ કરાવી હતી. વિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાકિસ્તાની સૈનિકને ભારતીય સેનાએ કર્યો ઠાર, જાણો વિગત રાજસ્થાનમાં ફરી સામે આવી ગેહલોત-પાયલટના સંબંધોની કડવાશ, સચિને સ્ટેજ પરથી જ માર્યો ટોણો રિષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યા પણ બન્યો બેબીસીટર, જુઓ વીડિયોये है मध्यप्रदेश का हाल और ये है ऊर्जा मंत्री की प्रेस कॉन्फ्रेंस... कह रहे थे कि प्रदेश में बिजली कटौती और ट्रिप फाल्ट बंद हो गया है।
बस...तभी बत्ती गुल। शायद इसी को कहते हैं सिर मुंडाते ही ओले पड़ना! pic.twitter.com/XF6EHfp73I — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement