શોધખોળ કરો
રામ મંદિરઃ મહંત નૃત્યગોપાલ દાસનું મોટું નિવેદન- મંદિર માટે સરકાર પાસેથી નહી લઇએ એક પણ રૂપિયો
સાથે તેમણે કહ્યું કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને રામ મંદિર નિર્માણમાં ભાગ લેવા માટે અયોધ્યા આમંત્રિત કરશે.

ગ્વાલિયરઃ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, મંદિર બનાવવા માટે સરકાર પાસેથી એક પણ રૂપિયો લેવામાં નહી આવે. એટલું જ નહી દાન પણ સ્વીકારવામાં આવશે નહીં. સાથે તેમણે કહ્યું કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને રામ મંદિર નિર્માણમાં ભાગ લેવા માટે અયોધ્યા આમંત્રિત કરશે.
મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચેલા મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજે કહ્યું કે, અમે અગાઉથી જ વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા છે. અમારી પાસે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીના રૂપમાં યોગી આદિત્યનાથજી છે. અન્ય તમામ રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ જે ધર્મમાં રૂચિ હોય તેમને એક ભવ્ય મંદિરના નિર્માણમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાશે. મધ્યપ્રદેશ મુખ્યમંત્રીને પણ આમંત્રિત કરીશું.
આ સાથે જ તેમણે કહ્યું કે, મંદિર નિર્માણ માટે કોઇ પણ પ્રકારનું દાન લેવામાં નહી આવે. સરકાર પાસેથી પણ કોઇ દાન લેવામાં નહી આવે. મંદિર જનતાના યોગદાનથી બનાવવામાં આવશે. સરકાર પાસે અગાઉથી ઘણી સમસ્યાઓ છે અને તેમના પર વધુ બોજ નાખવા માંગતા નથી.
આ અગાઉ રામ જન્મભૂમિ ટ્રસ્ટની પ્રથમ બેઠક બાદ ટ્રસ્ટના ચાર પ્રમુખ પદાધિકારીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ભૂમિપૂજન માટે આમંત્રણ આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
