શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા

Maharashtra Election 2024: કોંગ્રેસ નેતા રવિ રાજાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં BJPમાં જોડાયા છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા રવિ રાજાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ BJPનો ખેસ ધારણ કર્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં રવિ રાજા BJPમાં જોડાયા છે. આ પ્રસંગે મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલાર પણ હાજર હતા. રવિ રાજાને BJPએ મુંબઈના ઉપાધ્યક્ષ બનાવ્યા છે.

કોંગ્રેસના વધુ મોટા નેતાઓ BJPમાં જોડાશે - દેવેન્દ્ર ફડણવીસ

આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આવનારા સમયમાં કોંગ્રેસના મોટા અનુભવી નેતાઓ BJPમાં પ્રવેશ કરવાના છે. મને અત્યારે નામ ન પૂછશો, સમય આવશે ત્યારે નામ જાણવા મળશે. જે લોકોએ મુંબઈમાં કોંગ્રેસને ટકાવી રાખી હતી, એવા રવિ રાજાના BJPમાં આવવાથી વિધાનસભા ચૂંટણીમાં ઘણો ફાયદો થશે.

સાથે જ તેમણે માહિમ બેઠક અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, "અમે માહિમ વિધાનસભા ક્ષેત્રમાં રાજ ઠાકરેને સમર્થન આપવાની રીત શોધી રહ્યા છીએ. અમને આશા છે કે જલ્દી કોઈ ઉકેલ નીકળશે. જ્યાં સુધી ઉત્તર ભારતીય લોકોમાં રાજ ઠાકરેના વિરોધનો સવાલ છે, અમે લોકસભા ચૂંટણી દરમિયાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ ઠાકરેએ હિંદુત્વનો માર્ગ અપનાવ્યો છે.

બેઠકોની વહેંચણીને લઈને નારાજ ચાલી રહ્યા હતા રવિ રાજા

જણાવી દઈએ કે રવિ રાજા મુંબઈ કોંગ્રેસના ઘણા જૂના ચહેરાઓમાંથી એક હતા. દાવો છે કે બેઠકોની વહેંચણીને લઈને રવિ રાજા નારાજ ચાલી રહ્યા હતા. તેમને મુંબઈની સાયન કોલીવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવી હતી. પરંતુ, ત્યાંથી મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડના નજીકના માનવામાં આવતા ગણેશ યાદવને ટિકિટ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન થશે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બનવાનો છે, કારણ કે મહાયુતિ અને મહા વિકાસ આઘાડી એમ ત્રણેય પક્ષો સામસામે છે. મહાગઠબંધનમાં શિંદે જૂથની શિવસેના અને અજિત જૂથની NCP સાથે ભાજપ અને ઉદ્ધવ જૂથની શિવસેના અને MVAમાં કોંગ્રેસની સાથે શરદ જૂથની NCPનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
Rss On Rahul Gandhi: 'અમે તો મળવા માંગીએ છીએ', RSSએ કેમ રાહુલ ગાંધીને મોકલ્યો આ મેસેજ?

Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી

ABP Premium

વિડિઓઝ

PM Modi:પીએમ મોદીએ ભારત અને તેના શુભચિંતકોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાંPM Modi: કેવડિયામાં સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ કહી આ ખાસ વાતPM Modi:કેવડિયાથી વડાપ્રધાન મોદીનું સંબોધન ,જુઓ વીડિયોમાંPM Modi : વડાપ્રધાન મોદીએ આતંકવાદને લઈને આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
Rss On Rahul Gandhi: 'અમે તો મળવા માંગીએ છીએ', RSSએ કેમ રાહુલ ગાંધીને મોકલ્યો આ મેસેજ?
Rss On Rahul Gandhi: 'અમે તો મળવા માંગીએ છીએ', RSSએ કેમ રાહુલ ગાંધીને મોકલ્યો આ મેસેજ?
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Russia-Ukraine War: રશિયાની મદદ કરવા પર અમેરિકાની મોટી કાર્યવાહી, ભારતીય સહિત 398 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી

Festive Shopping: જો તમારી પાસે છે ક્રેડિટ કાર્ડ તો તમને આ દિવાળી અને નવા વર્ષમાં મળશે ઘણી ડિસ્કાઉન્ટ ઓફર

Diwali 2024: દિવાળી પર તિજોરીમાં રાખો આ પાંચ વસ્તુઓ, આખું વર્ષ પૈસાનો વરસાદ થશે

Embed widget