Maharashtra Cabinet: બે તબક્કાઓમાં થશે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર, જાણો બીજેપીના ખાતામાં કયા-કયા વિભાગ
બતાવવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તારની પુરી રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. આ અનુસાર, મહારાષ્ટ્ર કેબિનેટમાં બીજેપી કોટામાંથી 28 મંત્રી બનાવવામાં આવશે,
Eknath Shinde Cabinet: મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ એકનાથ શિન્દેએ મુખ્યમંત્રીની ખુરશી સંભાળી લીધી છે. સીએમ બન્યા બાદ હવે વારો કેબિનેટ વિસ્તારનો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રની એકનાથ શિન્દે સરકારના કેબિનેટનો વિસ્તાર જલદી થઇ શકે છે. સુત્રો અનુસાર, કેબિનેટ વિસ્તાર બે તબક્કાઓમાં કરવામાં આવશે. પહેલો રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા તો બીજો ચૂંટણી બાદ.
બતાવવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તારની પુરી રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. આ અનુસાર, મહારાષ્ટ્ર કેબિનેટમાં બીજેપી કોટામાંથી 28 મંત્રી બનાવવામાં આવશે, જેમાં આઠ રાજ્યમંત્રી હશે. બીજેપીને ગૃહ, નાણાં, PWD, હાઉસિંગ, ઉર્જા, ગ્રામ વિકાસ, રમતગમત જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી આપવામાં આવશે.
Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે ઝટકો, શિવસેનાના 18માંથી 11 સાંસદ આપી શકે છે એકનાથ શિંદેનો સાથ
11 Shiv Sena MP to Join Eknath Shinde Camp: શિવસેના સામે શિવસેનાની લડાઈ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગી શકે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની નજર હવે શિવસેનાના સાંસદો પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના 18માંથી 11 સાંસદ એકનાથ શિંદેને સમર્થન આપી શકે છે.
આ સાંસદો શિંદે કેમ્પમાં જઈ શકે છે -
શ્રીકાંત શિંદે (કલ્યાણ)
રાજન વિચારે (થાણે)
રાહુલ શેવાળે (દક્ષિણ મધ્ય મુંબઈ)
ભાવના ગવળી (યવતમાલ)
હેમંત ગોડસે (નાસિક)
કૃપલ તુમને (રામકેટ)
હેમંત પાટીલ (હિંગોલી)
પ્રતાપરાવ જાધવ (બુલઢાના)
સદાશિવ લોખંડે (શિરડી)
રાજેન્દ્ર ગાવિત (પાલઘર)
શ્રીરંગ બારને (માવલ)
ઉદ્ધવ સાથે સાંસદ -
વિનાયક રાઉત (રત્નાગીરી)
અરવિંદ સાવંત (દક્ષિણ મુંબઈ)
ગજાનન કીર્તિકર (ઉત્તર પશ્ચિમ મુંબઈ)
ધૈરશીલ માને (હાતકલગલે)
સંજય માંડલિક (કોલ્હાપુર)
કલા બેન ડેલકર (દાદરા નગર હવેલી)
સંજય બંધુ જાધવ (પરભણી)
ઓમરાજે નિમ્બાલકર (ધારશિવ)
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો. ત્યારે શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો તેમની છાવણીમાં ગયા હતા. બાદમાં તેમણે ભાજપની મદદથી સરકાર બનાવી. ઉદ્ધવ કેમ્પ હવે પાર્ટીને મજબૂત કરવામાં વ્યસ્ત છે.
મંગળવારે જ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે તે ધારાસભ્યો અને મંત્રીઓને તેમનો પક્ષ છોડતા જોવું ખૂબ જ દુઃખદાયક છે, જેમણે શિવસૈનિકોના કારણે જ જીત મેળવી અને બધું પ્રાપ્ત કર્યું.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો -
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના સાથે રાજકીય સંકટનો અંત આવી ગયો છે. આ દરમિયાન, રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે તેમણે જ ભાજપ નેતૃત્વ સમક્ષ મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે મેં પાર્ટીના ટોચના નેતાઓના કહેવા પર નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું છે.
તેમણે કહ્યું કે, બિલકુલ નક્કી હતું કે, હું સરકારની બહાર રહીને કામ કરીશ. પછી મને જેપી નડ્ડા, અમિત શાહનો ફોન આવ્યો અને કહ્યું કે બહાર રહીને સરકાર નથી ચાલતી. મેં વડાપ્રધાન સાથે વાત કરી. ત્યારબાદ જેપી નડ્ડા મીડિયાની સામે આવ્યા અને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી પદ પર બેસશે. જો મને ઘરે જવાનું કહેવામાં આવે તો પણ હું ખુશીથી ઘરે ગયો હોત. પાર્ટીના ટોચના નેતૃત્વના નિર્ણયનું હંમેશા સન્માન છે.
આ પણ વાંચો..........
ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો
DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?
IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ
સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો
આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?