Uddhav Thackeray Resigns: ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ઠાકરેએ કહ્યુ- 'સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરું છું'
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે
Maharashtra Floor Test: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં મહાવિકાસ અઘાડી (MVA) સરકારે આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. ફ્લોર ટેસ્ટ અગાઉ ફે ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવમાં જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મને સીએમની ખુરશી ગુમાવવાનું કોઇ દુઃખ નથી.
"I am resigning as the Chief Minister," Maharashtra CM Uddhav Thackeray announces pic.twitter.com/RBDWHzchYx
— ANI (@ANI) June 29, 2022
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે રાજ્યની જનતાનો સંબોધતા તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા સારા કાર્યોને નજર લાગી ગઇ છે. અમે શહેરોના નામ બદલવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી અને શરદ પવારના વખાણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ન્યાયના દેવતાએ ચુકાદો આપ્યો છે, ફ્લોર ટેસ્ટ માટે કહ્યું છે. રાજ્યપાલનો પણ આભાર. લોકશાહીનું પાલન કરવું જોઈએ. અમે તેનું પાલન કરીશું. આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મને સંતોષ છે કે બાળાસાહેબ ઠાકરેએ જે શહેરોના નામ આપ્યા હતા. ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ છે, આજે અમે તેમને સત્તાવાર રીતે તે નામો આપ્યા છે.
Uddhav Thackeray announces his resignation from MLC post too. pic.twitter.com/igkiJ60u1H
— ANI (@ANI) June 29, 2022
I want to express my gratitude to the people of NCP and Congress that they supported me. From Shiv Sena, Anil Parab, Subhash Desai and Aaditya Thackeray, these people were only present when the proposal was passed while NCP & Cong people also supported the proposal: CM Thackeray pic.twitter.com/P02GV0i7f8
— ANI (@ANI) June 29, 2022
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જેમને શિવસેનાના પ્રમુખે મોટા બનાવ્યા તેઓ આજે તેમના જ દીકરાને ખુરશી પરથી હટાવવાનું પુણ્ય મળી રહ્યું છે. તેઓ આવે અને આવીને શપથ લઇ લે.