શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસને મોટો ઝટકો, ઉર્મિલા માતોંડકર બાદ મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકર સિંહે આપ્યું રાજીનામું
મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉર્મિલા માતોંડકર બાદ મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકર સિંહે પાર્ટીએ રાજીનામું આપી દીધું છે
નવી દિલ્હી: મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉર્મિલા માતોંડકર બાદ મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૃપાશંકર સિંહે પાર્ટીએ રાજીનામું આપી દીધું છે. કૉંગ્રેસના બેડામાં એ વાતની ચર્ચા થઈ રહી હતી કે કૃપાશંકર સિંહ પાર્ટી છોડી શિવસેના કે ભાજપના સંપર્કમાં છે. જો કે મહારાષ્ટ્રના મહાસચિવ મલ્લિકાર્જૂન ખડગે અને કૃપાશંકર સિંહ વચ્ચે સ્ક્રીનિંગ કમિટીમાં ટિકિટોને લઈને ઝગડો થયો હતો.
કૉંગ્રેસના સૂત્રો અનુસાર કૃપાશંકર સિંહે પોતાના પૂત્રને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડાવવામાં માંગે છે પરંતુ કૉંગ્રેસ પાર્ટી તેના પર સહમત નહોતી. મલ્લિકાર્જૂન ખડગે ઇચ્છતા હતા કે કૃપાશંકર સિંહ વિધાનસભાની ચૂંટણી લડે કારણ કે મહારાષ્ટ્રમાં હાલ પાર્ટી કમજોર છે. આવી સ્થિતિમાં તમામ સિનિયર નેતાને કૉંગ્રેસ ટિકિટ આપવા માંગે છે. કૃપાશંકર સિંહ મુંબઈની કલિના સીટથી ચૂંટણી લડી લડતા હતા અને તે આ સીટ પર પોતાના પુત્રને ટિકિટ આપવા માંગતા હતા.
હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસમાંથી રાજનેતા બનેલ રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકરે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો આપતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલાએ હાર બાદ પાર્ટીની બગડતી સ્થિતિને જોતા રાજીનામું આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement