શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રની આ બેઠક પર શિવસેના કરતા વધારે મત નોટાને મળ્યા, જાણો
મહારાષ્ટ્રની લાતુર ગ્રામ્ય બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખ કૉંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી મેદાનમાં હતા.
મુંબઈ: મહારાષ્ટ્રની લાતુર ગ્રામ્ય બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખ કૉંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી મેદાનમાં હતા. મહારાષ્ટ્રની આ બેઠક પર ચૂંટણી પરિણામ ચોંકવનારા છે. આ બેઠક પર નોટા બીજા નંબર પર છે. લાતુર ગ્રામ્ય બેઠક પર ધીરજ દેશમુખને 133161 મત મળ્યા છે. આ બેઠક પર નોટાને 27287 મત મળ્યા છે. જ્યારે 13335 મત સાથે શિવસેનાના ઉમેદવાર સચિન એલિઆસ ત્રીજા ક્રમ પર રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મત ધીરજ વિલાશરાવ દેશમુખ બાદ નોટામાં પડ્યા હતા. ત્યારપછી સચિન એલિઆસ રવિ રામરાજે દેશમુખ જે શિવસેના પાર્ટીમાંથી ચૂંટણી મેદાને હતા જેમણે 13335 મત મેળવ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર બનવાની સ્થિતિમાં નજર આવી રહી છે. શરૂઆતથી વલણોમાં ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી છે. જ્યારે NCP કોંગ્રેસ કરતા વધારે બેઠકો પર બઢત બનાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion