શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં જો કોઈ પણ પક્ષની સરકાર નહીં બને તો રાજ્યપાલ પાસે આ ત્રણ વિકલ્પો છે, જાણો વિગત
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે સરકાર બનાવવાને લઈને કઈ ફોર્મ્યૂલા નિકળશે, તેના પર સસ્પેન્સ યથવાત છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈને કાલ સુધીનો સમય છે. આ સ્થિતિમાં રાજ્યપાલ ભગતસિહં કોશ્યારીની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ બની ગઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે સરકાર બનાવવાને લઈને કઈ ફોર્મ્યૂલા નિકળશે, તેના પર સસ્પેન્સ યથવાત છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઈને કાલ સુધીનો સમય છે. આ સ્થિતિમાં રાજ્યપાલ ભગતસિહં કોશ્યારીની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ બની ગઈ છે. રાજ્યરમાં લગભગ તમામ મુખ્ય પક્ષો રાજ્યપાલ સાથે મુલાકાત કરી ચુક્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. એવામાં 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સંવિધાનના જાણકારો અનુસાર,જો રાજ્યમાં નવ તારીખ સુધી કોઈ પણ પક્ષની સરકાર નહીં બને તો રાજ્યપાલ પાસે ત્રણ વિકલ્પો રહેશે.
પ્રથમ વિકલ્પ
રાજ્યપાલ દેવેન્દ્ર ફડણવીસને આગામી નવા મુખ્યમંત્રીની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી બનાવી રાખે અને નીતિગત નિર્ણયોને છોડીને અન્ય વહિવટી નિર્ણયો લેવાનું કહી શકે.
બીજો વિકલ્પ
રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવે અને સદનમાં નેતા પસંદ કરવાનો આદેશ આપે. એવું વર્ષ 1998માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં થઈ ચુક્યું છે. ત્યારે કલ્યાણ સિંહ અને તત્કાલિન મુખ્યમંત્રી જગદંબિકા પાલ વચ્ચે વોટિંગ દ્વારા સદનના નેતા અને મુખ્યમંત્રીની ચૂંટણી કરવામાં આવી હતી અને તેમાં કલ્યાણસિંહનો વિજય થયો હતો.
ત્રીજો વિકલ્પ
રાજ્યપાલ કોઈ પણ પક્ષ સરકાર બનાવવા અસમર્થ રહે ત્યારે કેન્દ્રને પોતાનો રિપોર્ટ મોકલે અને તેના બાદ વિધાનસભાનો ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરે. હાલમાં સરકાર બનાવવા માટે કાલે બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે. જો ત્યાં સુધી કોઈ પણ પક્ષ સરકાર બનાવવાનો દાવો નહીં કરે તો રાજ્યપાલ આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે.
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ પોતપોતાના વલણ પર અડગ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મુખ્યમંત્રી પદને લઈને 50-50 પર સહમતી બની હતી. મારે તેના પર સફાઈ આપવાની જરૂર નથી. શિવસેનાના મુખ્યમંત્રી હોવાના સપનાને પૂર્ણ કરવા માટે કોઈની મદદની જરૂર નથી.
મહારાષ્ટ્ર: શિવસેનાએ ધારાસભ્યોને રંગશારદા હોટલથી શિફ્ટ કર્યા
મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યું અલ્ટિમેટમ, કહ્યુ- સરકાર બનાવો નહી તો વિકલ્પ ખુલ્લા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion