શોધખોળ કરો

સાવરકર મુદ્દે મહારાષ્ટ્ર ગઠબંધનમાં પડી શકે છે તિરાડ, જાણો વિગત

વીર સાવરકર મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલું નિવેદન શિવસેના અને કોંગ્રેસ વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. એક સપ્તાહની અંદર બંને પક્ષોના વૈચારિક મતભેદ સામે આવ્યા હોવાનો બીજો કિસ્સો છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સત્તા માટે શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે બનેલા ગઠબંધનમાં શરૂઆતમાં જ વૈચારિક મતભેદ ખુલીને સામે આવવા લાગ્યા છે. વીર સાવરકર મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલું નિવેદન શિવસેના અને કોંગ્રેસ વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. એક સપ્તાહની અંદર બંને પક્ષોના વૈચારિક મતભેદ સામે આવ્યા હોવાનો બીજો કિસ્સો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા ખાતાની ફાળવણીના 48 કલાકની અંદર જ સરકાર પર સંકટના વાદળ છવાતા જોવા મળી રહ્યા છે. સંસદમાં નાગરિકતા સંશોધન બિલ પર બંને પક્ષોના મતભેદ ખુલીને સામે આવ્યા હતા. ત્યારે કોંગ્રેસને ખુશ કરવા શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્થિતિ સંભાળી લીધી હતી. શિવસેના નેતા સંજય રાઉતે જે રીતે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે તેને કોંગ્રેસ સરળતાથી પચાવી નહીં શકે. કોંગ્રેસ સાવરકરના વિચારોનો વિરોધ કરે છે, જયારે શિવસેના સાવરકરને મહાપુરુષ માને છે. આ મુદ્દે પહેલા જ બંને પક્ષો વચ્ચે ઘણો વિવાદ થઈ ચુક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંદીના સાવરકરવાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેઓ આને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાત કરી શકે છે.  શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર સાવરકરનું અપમાન ન કરવાની સલાહ આપી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મરાઠીમાં ટ્વિટ કર્યું, અમે પંડિત નેહરુ, મહાત્મા ગાંધીને પણ માનીએ છીએ. તમે વીર સાવરકરનું અપમાન ન કરો, બુદ્ધિશાળી લોકોએ વધારે જણાવવાની જરૂર નથી. મારું નામ રાહુલ સાવરકર નથીઃ રાહુલ ગાંધી દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આટલા નાના મેદાનમાં આટલા બધા લોકો કઈ રીતે ઉભા કરી દિધા. તેમણે કહ્યું અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ નથી હટતા. રાહુલ ગાંધી બોલ્યા એ લોકોએ મને કહ્યું માફી માંગો. માફી માંગુ, મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશી માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ.  રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેના પર પલટવાર કર્યો હતો. રાહુલ 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકેઃ સંબિત પાત્રા ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધી 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકે. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાની હતી. રાહુલ ગાંધી કલમ 370, સર્જિકલ સ્ટ્રાઇક અને સીએબી પર પાકિસ્તાનની ભાષા બોલે છે. તેઓ વીર ન હોઈ શકે, સાવરકરની બરાબર પણ ન હોઈ શકે. ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતુઃ ગિરીરાજ સિંહ રાહુલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું, વીર સાવરકર તો સાચા દેશભક્ત હતા. ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતું, કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત હોવા માટે શરીરની નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી હોવું જોઈએ. વેશ બદલીને ઘણાએ હિન્દુસ્તાનને લૂંટ્યો છે અને હવે તે નહીં થાય. મોંઘવારીનો વધુ એક માર, અમૂલે વધાર્યા દૂધના ભાવ, જાણો શું છે નવી કિંમત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget