શોધખોળ કરો

Maharashtra : અજીત પવારે CMને લઈ ખોલ્યા પત્તા, કાકાને 'ઘરડા' ગણાવી કહ્યું કે...

મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારે આખરે તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ જાહેર કરી જ દીધી છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એકબીજા પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારે આખરે તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ જાહેર કરી જ દીધી છે. જેને લઈને હવે ભાજપ-શિવસેનામાં ગુંચવણ ઉભી થઈ શકે છે. સાથે જ અજીત પવારે કાકા શરદ પવાર પર આકરા પ્રહાર પણ કર્યા હતાં. 

એનસીપીમાં બળવો કરીને ભાજપ-શિવસેનાની યુતી સાથે જોડાણ કરનારા અજિત પવારે પત્તા ખોલતા કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના સીએમ બનવા માંગે છે. જેથી કરીને લોકોના કલ્યાણ માટે તેમની પાસે જે યોજનાઓ છે તેનો અમલ કરી શકે. આ દરમિયાન અજિત પવારે તેમના કાકા શરદ પવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે, શરદ પવાર અમારા માટે ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.

મહારાષ્ટ્રમાં NDA સરકારનો હિસ્સો બનેલા અજિત પવારે 2014માં ભાજપની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ 2014માં ભાજપ સત્તામાં આવી હતી.

અજિત પવારે ઉપનગરીય બાંદ્રામાં તેમના જૂથ દ્વારા બોલાવેલી બેઠકમાં આ વાત કહી હતી. અજિત પવારે કહ્યું હતું કે, 2004ની વિધાનસભા ચૂંટણીમાં NCP પાસે કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હતા, જો તે સમયે અમે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જ મુખ્યમંત્રી હોત. અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે, તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.

શરદ પવારને ભગવાન કહી માર્યો ટોણો 

એક તરફ અજિત પવારે તેમના કાકા શરદ પવારને દેવતા કહ્યા તો બીજી તરફ તેમને ટોણા પણ માર્યા હતાં. ભાજપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થાય છે. અજિતે તેના કાકાની ઉંમર અને રાજકીય સક્રિયતા પર કટાક્ષ કર્યો.

અજિત પવારે કહ્યું, "તમે મને બધાની સામે વિલન તરીકે દર્શાવ્યો. મને હજુ પણ તેમના (શરદ પવાર) માટે આદર છે... તમે મને કહો કે, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે... રાજકારણમાં પણ ભાજપના નેતાઓ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો... આ નવી પેઢીને આગળ વધવાની તક આપે છે... તમે (શરદ પવાર) અમને અમારા આશીર્વાદ આપો... પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે વિરામ નહીં લો?... અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીશું કે તમે લાંબુ જીવો."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget