Hun To Bolish : હું તો બોલીશ : નગુણા દેશ
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આતંકીઓને શ્રદ્ધાંજલિ આપતા સોશલ મીડિયા એક્સ પર લખ્યું હતું. કે એમે એ વાતને લઈને ચિંતાતૂર છીએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ મિસાઈલ હુમલાના કારણે મોટા સંઘર્ષમાં પરિવર્તિત થઈ શકે છે. જેના કારણે મોટી સંખ્યામાં નાગરિક શહીદ થઈ શકે છે. હું હુમલામાં જીવ ગૂમાવનાર આપણા ભાઈઓ માટે અલ્લાહથી રહેમની પ્રાર્થના કરું છું. અને હું એકવાર ફરી પાકિસ્તાનના ભાઈ જેવા લોકો અને પાકિસ્તાન પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું...ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે તુર્કીએ અપનાવેલું આ વલણ. એ સમયની યાદ અપાવે છે જ્યારે ફેબ્રુઆરી 2023માં આવેલા વિનાશક ભૂકંપથી તુર્કી તબાહ થઈ ગયું હતું. તે સમયે, ભારત તુર્કીને મદદ મોકલનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ભારતની બચાવ ટીમોએ ઓપરેશન દોસ્ત ચલાવીને તુર્કીમાં ભૂકંપ પીડિતોને મદદ કરવા માટે દિવસ-રાત એક કરીને કામ કર્યું હતું. ભારતે 6 વિમાનોમાં રાહત સામગ્રી. NDRFની ટીમ, બચાવ કર્મચારીઓ સહિત 30 બેડવાળી મોબાઈલ હૉસ્પિટલ. મેડિકલ સામગ્રી સહિત તમામ જરૂરી સામાન મોકલ્યા હતા. તુર્કીમાં ભારતનું ઓપરેશન દોસ્ત 10 દિવસ સુધી ચાલ્યું હતું. ત્યારે તેની જનતા આપણી સેનાનો આભાર માનતી થાકતી નહોતી. ત્યારે તુર્કીના રાજદૂત ફિરાત સુનેલે ભારત માટે શબ્દો કહ્યા હતા કે, તુર્કીમાં કહેવત છે કે, જે જરૂરિયાત સમયે મદદ કરે તે જ સાચો મિત્ર....પરંતુ જ્યારે સાથ આપવાનો વારો આવ્યો ત્યારે તુર્કીએ આ મદદના બદલામાં આતંકીસ્તાનનો સાથ આપ્યો. તુર્કીના આ વલણના કારણે હવે ભારતીય લોકોમાં જબરદસ્ત નારાજગી છે. લોકો બોયકોટ કરી રહ્યા છે.... ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ભારતીય પ્રવાસીઓને તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. ઈઝી માય ટ્રીપ. પીકી યોર ટ્રેલ ડોટ કોમ. કોક્સ એન્ડ કિંગ્સ જેવી કંપનીઓએ રાષ્ટ્રીય હિતને ધ્યાને રાખી તુર્કી અને અઝરબૈજાનના ટૂર પેકેજ બંધ કર્યા. ગો હોમ સ્ટેએ તુર્કીશ એરલાઈન્સ સાથેની ભાગીદારી સમાપ્ત કરી. ગોવા વિલાસ નામની કંપનીએ જાહેરાત કરી કે ગોવામાં તુર્કીના નાગરિકોને રહેવા માટે વિલા નહીં અપાય. સૌ પ્રથમ પ્રસિદ્ધ સિંગર વિશાલ મિશ્રાએ જાહેરાત કરી હતી કે, તેઓ ક્યારેય તુર્કી અને અઝરબૈજાન નહીં જાય અને ત્યાં કોઈ કોન્સર્ટ નહીં કરે.




















