'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરતી વખતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વાત કરી હતી

Rajnath Singh on Operation Sindoor: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે (6-7 મે) રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા. આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. હવે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે.
#WATCH | Defence Minister Rajnath Singh says, "...The anti-India & terror organisations which attacked the crown of Bharat Mata (Kashmir) and erased the 'sindoor' from several families, Indian armed forces got justice for them through #OperationSindoor. So, the entire country is… pic.twitter.com/j5uwVIliYv
— ANI (@ANI) May 11, 2025
લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરતી વખતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદીઓને જવાબ આપ્યો. આ ઓપરેશન હાથ ધરીને અમે બતાવ્યું કે ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરી રહ્યું છે."
"Operation Sindoor symbol of India's political, social and military willpower": Rajnath Singh
— ANI Digital (@ani_digital) May 11, 2025
Read @ANI story | https://t.co/c15XjO07c5#RajnathSingh #OperationSindoor #IndiaPak pic.twitter.com/jH3Frz0ZHn
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા
સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું, "પાકિસ્તાનમાં આતંકવાદનો અંત લાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાની સેનાએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત, પાકિસ્તાની સેનાએ મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચોને નિશાન બનાવ્યા હતા."
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે, "ભારતીય સેનાએ હિંમત અને બહાદુરી તેમજ સંયમ દર્શાવ્યો છે અને પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરીને યોગ્ય જવાબ આપ્યો છે. અમે માત્ર સરહદને અડીને આવેલા લશ્કરી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી નથી, પરંતુ ભારતીય દળોની ધાક રાવલપિંડી સુધી અનુભવાઇ હતી જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્ય મથક આવેલું છે."
આતંકવાદી હુમલાઓ પર સંરક્ષણ મંત્રીએ કહી આ મોટી વાત
સંરક્ષણ મંત્રીએ કહ્યું, "ઉરી ઘટના પછી જ્યારે આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાના અને કરાવવાના પરિણામો આખી દુનિયાએ જોયા. પુલવામા પછી જ્યારે બાલાકોટ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા અને હવે પહલગામ ઘટના પછી જ્યારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને અનેક હુમલા કર્યા, ત્યારે દુનિયા જોઈ રહી છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, "આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવું ભારત છે જે સરહદની બંને બાજુ આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરશે."





















