શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના આ જિલ્લામાં આવતીકાલથી 30 જુલાઈ સુધી લાદવામાં આવશે કડક લોકડાઉન, જનતા કર્ફ્યુનો કરાશે અમલ, જાણો વિગત
મહારાષ્ટ્ર સરકારે સોમવારે સાંગલી જિલ્લામાં 22 જુલાઈથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી.
સાંગલીઃ દેશમાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહથી રોજના 34 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર ટોચ પર છે.
મહારાષ્ટ્ર સરકારે સોમવારે સાંગલી જિલ્લામાં 22 જુલાઈથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. લોકડાઉન 22 જુલાઈ રાત્રે 10 વાગ્યાથી અમલી બનશે અને 30 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. કોરોનાના કેસ વધતાં જિલ્લા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમય દરમિયાન સાંગલી અને મિરાજના મ્યુનિસિપલ વિસ્તારોમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવશે. ઉપરાંત જનતા કર્ફ્યુ પણ અમલમાં રહેશે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. સાંગલી જિલ્લામાં સોમવાર સુધીમાં કોરોનાના 896 કેસ નોંધાયા છે અને 27 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,18,695 કેસ નોંધાયા છે. 12,030 લોકોના મોત થયા છે અને 1,75,029 દર્દી સાજા થઈ ગયા છે. રાજ્યમાં 1,31,636 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
બિઝનેસ
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion