Maharashtra Lockdown Update: મહારાષ્ટ્રના આ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લાદવામાં આવશે લોકડાઉન, જાણો વિગત
Maharashtra Lockdown Update: મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,31,942 છે. જ્યારે 22,47,495 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ 53,589 લોકોના મોત થયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈની ટ્વીટ મુજબ, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન લાદવામાં આવશે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,31,942 છે. જ્યારે 22,47,495 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ 53,589 લોકોના મોત થયા છે.
132 દિવસ બાદ રેકોર્ડ કેસ
132 દિવસ બાદ રેકોર્ડ પ્રથમ વખત 47 હજારથી વધારે કોરોના કેસ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ નોધાયા હતા અને 275 લોકોના જીવ ગયા હતા. જોકે 23,907 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા 11 નવેમ્બર 2020ના રોજ 47,905 કોરોના કેસ નોંધાયા હતા. એક સમયે દેશમાં કોરોના કેસની સંખ્યા ઘટવા લાગી હતી. આ પહેલા 1 ફેબ્રુઆરીએ 8,635 નવા કોરોના કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોના મામલાની ચાલુ વર્ષે આ સોથી ઓછી સંખ્યા છે.
આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,34,058
કુલ રિકવરી 1,12,05,160
કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,68,457
કુલ મૃત્યુઆંક 1,60,441 પર પહોંચ્યો છે.
દેશમાં 5 કરોડ 8 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં 79 લાખથી વધુ હેલ્થવર્કર્સ સામેલ છે. ઉપરાંત 83 લાખ 33 હજાર ફ્રન્ટ લાઈન વર્કસે પ્રથમ ડોઝ અને 30 લાખ 60 હજારે બીજો ડોઝ લીધો છે. 60 વર્ષથી વધુ ઉંમરના કુલ 2 કરોડ લાભાર્થી અને 45 વર્ષી વધુની ઉંમરના 50 લાખ લાભાર્થીએ ડોઝ લીધો છે. ગઈકાલે 23.46 લાખ લોકોએ રસીનો ડોઝ લીધો હતો.
દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. જેમાં મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે.