(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Politics: સરકાર નહી પણ હવે પાર્ટીને બચાવવાના પ્રયાસમાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પર એક્શનની તૈયારી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉદ્ધવ ઠાકરેને સરકાર કરતાં સંગઠન બચાવવાની વધુ ચિંતા છે. 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરને ફરિયાદ કરવામાં આવી છે.
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોરોના કારણે રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેએ મહાવિકાસ અઘાડી સરકાર (MVA સરકાર)ને મુશ્કેલીમાં મુકી દીધી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ સંગઠનને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર કરતા વધુ પાર્ટીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરને ફરિયાદ કરવામાં આવી છે.
'Had suspected this... we were backstabbed by our own': Uddhav Thackeray on rebellion in Shiv Sena
— ANI Digital (@ani_digital) June 24, 2022
Read more @ANI story | https://t.co/NT7VBDl2My#UddhavThackarey #Shivsena #rebellion pic.twitter.com/shmALXAsyk
શિવસેનાએ 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે. શિવસેનાના 16 બળવાખોરોને નોટિસ મોકલવાની તૈયારી ચાલી રહી છે. આજે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી શકે છે.
Rebel Shiv Sena MLA Eknath Shinde writes to CM Uddhav Thackeray, Maharashtra Home Minister, DGP Maharashtra regarding "Malicious withdrawal of security of family members of the 38 MLAs"
— ANI (@ANI) June 25, 2022
"The government is responsible for protecting them and their families," he tweets pic.twitter.com/f4riPwx4xM
શિવસેનાના 16 બળવાખોરોને નોટિસ મોકલવાની તૈયારી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉદ્ધવ ઠાકરેને સરકાર કરતાં સંગઠન બચાવવાની વધુ ચિંતા છે. 16 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરને ફરિયાદ કરવામાં આવી છે. આજે 16 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી શકે છે. સોમવાર સુધીમાં બળવાખોરો પાસેથી જવાબ માંગવામાં આવશે. એકનાથ શિંદે પાસે 38 ધારાસભ્યો છે, આવી સ્થિતિમાં પાર્ટી તૂટી શકે છે, તેથી હવે સદસ્યતા રદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે અને પવાર ફરી મળી શકે છે
મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપ વચ્ચે આજે પણ બેઠકો યોજાઇ શકે છે. શિવસેનાએ મુંબઈમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP નેતા શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ હતી. એવી અટકળો ચાલી રહી છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવાર વચ્ચે આજે ફરી એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે.