શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રના 32 વર્ષના શિક્ષકે વિશ્વમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ મેળવી જીત્યા 7.50 કરોડ રૂપિયા, જાણો કઈ પહેલ કરીને છવાયા ?
શિક્ષણ હંમેશાં પરિવર્તન લાવનાર હોય છે, જે ચોક અને પડકારોને ભેગા કરીને વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે.
ભારતના મહારાષ્ટ્રમાં આવેલી એક પ્રાથમિક સ્કૂલના શિક્ષક રંજીતસિંહ દિસાલેના વાર્ષિક “ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020”ના (Global Teacher Prize 2020) વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ઈનામ તરીકે તેમને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાદી ગામના રહેતા 32 વર્ષના રંજીતસિંહ દિસાલેને 10 લાખ અમેરિકન ડોલર (અંદાજિત 7 કરોડ 38 લાખ રૂપિયા) મળ્યાં છે.
રંજીત સિંહને “ગ્લોબલ ટીચર પ્રાઈઝ”નો (Global Teacher Prize 2020) એવોર્ડ છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને દેશમાં ત્વરિત કાર્યવાહી (QR Code) વાળા પાઠ્યપુસ્તકની ક્રાંતિને ટ્રિગર કરવા માટે મળ્યો છે. રંજીત સિંહ દિસાલેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ શુભેચ્છા પાઠવી છે.
દિસાલેએ જાહેરાત કરી છે કે તેઓ પુરસ્કારની અડઘી રકમ પોતાના સહયોગી શિક્ષકોને તેમના બેસ્ટ સપોર્ટ માટે આપશે. તેમણે કહ્યું છે કે કોવિડ-19 મહામારીએ શિક્ષણ અને સંબંધિત ગ્રુપોને ઘણી મુશ્કેલીમાં લાવી દીધા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં શિક્ષકોએ નક્કી કરી લેવું જોઈએ કે તેઓ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપશે અને દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળવું જોઈએ.
તેમણે કહ્યું, શિક્ષણ હંમેશાં પરિવર્તન લાવનાર હોય છે, જે ચોક અને પડકારોને ભેગા કરીને વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે. તેઓ હંમેશાં આપવા અને શેર કરવામાં વિશ્વાસ રાખે છે અને તેથી મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મને મળેલા પુરસ્કારની અડધી રકમ હું મારા સહયોગી શિક્ષકોમાં તેમના બેસ્ટ સપોર્ટ માટે વહેંચીશ. મારું માનવું છે કે સાથે મળીને અમે દુનિયા બદલી શકીએ છીએ, કેમ કે બધાનું શેરિંગ સતત વધી રહ્યું છે.Wow! Here’s THE MOMENT Stephen Fry announced Ranjitsinh Disale as the Winner of The Global Teacher Prize 2020! Congratulations Ranjit! Watch here: https://t.co/9t5GXaIJ58 @ranjitdisale @stephenfry #GTP2020 #TeachersMatter #globalteacherprize #India @NHM_London @UNESCO pic.twitter.com/eQjSosGQwY
— Global Teacher Prize (@TeacherPrize) December 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion