શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા 14 શ્રમિકોનાં મોત
મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં ચાર મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને MIDC ઔરંગાબાદ જઈ રહ્યા હતા.
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે પ્રવાસી મજૂરોની વાપસી સાથે જોડાયેલ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ચડી જતા 14 મજૂરોના મોત થયા છે. ટ્રેકના રસ્તે જઈ રહેલા મજૂરો માલગાડીની અડફેટે આવી ગયા. આ ઘટના સવારે 4 કલાકે થઈ. અહેવાલ અનુસાર જાલનાની ફેક્ટરીમાં કામ કરના મજૂરો જાલનાથી ભૂસાવલ જઈ રહ્યા હતા. મજૂરોને આશા હતી કે ત્યાંથી છત્તીસગઢ જઈ શકશે.
કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં ચાર મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને MIDC ઔરંગાબાદ જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ દિવસભરના સફર બાદ તેઓ રાત્રે આરામ કરવા માટે ટ્રેક પર ઊંઘતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના માલગાડી પસાર થયા બાદ થઈ. જણાવીએ કે, દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં એક રાજ્યથી બીજા રાજ્ય સુધી જવા પર પ્રતિબંધ છે. ખાસ શરતો સાથે જ અવરજવર કરી શકાય છે. એવામાં બીજી રાજ્યમાં ફસાયેલા અનેક મજૂરો પગપાળા જ પોતાના વતન જવા નીકળી પડ્યા છે. જોકે ભારત સરાકરે પ્રવાસી મજૂરોની ઘર વાપસી માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન ચલાવી છે, તેમ છતાં હજુ પણ અનેક મજૂરો પગપાળા જઈ રહ્યા છે.An accident happened near Karmad, Aurangabad when an empty rake of goods wagon ran over some people. RPF and local police are reaching spot to asses the situation. More details awaited: Chief Public Relations Officer (CPRO) of South Central Railway (SCR) #Maharashtra
— ANI (@ANI) May 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement