![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Mamata on NRC : CAA-NRC વિરૂદ્ધ ફરી મમતા લાલઘુમ, PM મોદી સામેય બાંયો ચડાવી
મુખ્યમંત્રી મમતાએ આ વાત શરણાર્થીઓને જમીન પટ્ટાના વિતરણને લઈને આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.
![Mamata on NRC : CAA-NRC વિરૂદ્ધ ફરી મમતા લાલઘુમ, PM મોદી સામેય બાંયો ચડાવી Mamata Banerjee attack on CAA-NRC, Said you become PM Only with our Votes Mamata on NRC : CAA-NRC વિરૂદ્ધ ફરી મમતા લાલઘુમ, PM મોદી સામેય બાંયો ચડાવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/08/cb5bfb00fbccb573dafa3382dd573a15_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mamata Banerjee on NRC: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે CAA અને NRCને લઈને મોરચો ખોલ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતના નાગરિક ગણાવ્યા હતા અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ઘણી વખત તેમને કહેવામાં આવે છે કે તેઓ ભારતીય નાગરિક નથી, પરંતુ જો તેઓ ભારતીય નથી તો તેમણે મતદાન કેવી રીતે કર્યું?
મુખ્યમંત્રી મમતાએ આ વાત શરણાર્થીઓને જમીન પટ્ટાના વિતરણને લઈને આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. જાહેર છે કે, આ અગાઉ પણ તેઓ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેકવાર પ્રહાર કરી ચુક્યાં છે.
મમતા બેનરજીએ ફરી એકવાર CAA અને NRC વિવાદ છેડ્યો હતો. મમતાએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, CAA અને NRCના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમારા વોટના કારણે જ તમે પીએમ બન્યા અને આજે તમે કહો છો કે અમને નાગરિકતાનો અધિકાર આપશો. CAA અને NRC નો અર્થ શું છે? તો શું તમે અમારું અપમાન નથી કરી રહ્યા?
'લોકોનું અપમાન થઈ રહ્યું છે'
મુખ્યમંત્રી મમતાએ કહ્યું હતું કે, NRCને લઈને લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તમે અમને નાગરિકતા આપી તે પહેલાંના જ અમે નાગરિક તો છીએ જ. અમારા બાળકો અહીંની શાળા-કોલેજોમાં ભણે છે. લોકો નોકરી કરે છે, ઓફિસે જાય છે, પોતાનો વ્યાપાર-ધંધો કરે છે. પોતાની દુકાન ચલાવે છે, મજુરી કરે છે, રિક્ષા ડ્રાઇવિંગ. આ લોકો પાસ મતદાર કાર્ડ, આધાર કાર્ડ છે એટલે જ તો જ તેમની પાસે અધિકાર છે. મમતાએ પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, તેમનું રેશનકાર્ડ બની ગયું છે અને મતદાર યાદીમાં તેમનું નામ પણ છે.
મતદાર યાદીમાં નામ ઉમેરવાની સલાહ
મુખ્યમંત્રી મમતાએ લોકોને મતદાર યાદીમાં તેમના નામ ચોક્કસપણે સામેલ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મતદાર યાદીને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેથી મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ જરૂર તપાસી લે. જો કોઈ ભૂલ હશે તો તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે અને તમને NRCના નામે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. અમે આસામમાં આવા ઉદાહરણો જોયા છે. મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.માટે મતદાર યાદીમાં તમારા નાની નોંધણી કરાવો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)