શોધખોળ કરો
Advertisement
સોનિયા-રાહુલને મળ્યા મમતા બેનરર્જી, કહ્યું- PM પદ નહી, મોદીને હટાવવા મારો ઉદેશ્ય
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળોની એકજૂટતામાં સૌથી મોટા પડકાર પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ કહ્યું તેમનો હેતુ મોદીને હરાવવાનો છે. મમતા બેનરર્જીએ કૉંગ્રેસ ચેયરપર્સન સોનિયા ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. મુલાકાત પહેલા મમતા બેનરર્જીએ પ્રધાનમંત્રી ઉમેદવાર બનવા બાબતે ચાલી રહેલી ચર્ચાને નકારતા કહ્યું તેમની પ્રાથમિકતા કેંદ્રમાંથી ભાજપ સરકારને હટાવવાની છે અને તેના માટે વિપક્ષે એકસાથે આવવું જોઈએ.
તેમણે પ્રધાનમંત્રી પદને લઈને કહ્યું, હું કોઈ નથી, હુ માત્ર એક સામાન્ય કાર્યકર્તા છું. મને એક સામાન્ય નાગરિક રહેવા દો. હું ઈચ્છું છુ કે ભાજપ સરકારને હટાવવી જોઈએ. તેઓ લોકો સાથે અત્યાચાર કરી રહ્યા છે. તેના માટે તમામને સંગઠીત થવું જોઈએ, ચાલો સાથે મળીને કામ કરીએ. પ્રધાનમંત્રી ઉમેદવાર વિશે ન વિચારો, દેશ વિશે વિચારો. મુલાકાત બાદ મમતા બેનરર્જીએ કહ્યું, અમે રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી અને આગામી ચૂંટણીમાં તમામ લોકોને સાથે લઈને લડવા વિશે વાત થઈ. અમે આસામ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને લઈને પણ વાત કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement