Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: હડતાળ પર રહેલા ડૉક્ટરો મિટિંગમાં ન આવતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યની જનતાની માફી માંગી છે. તેમણે કહ્યું કે મેં વિચાર્યું હતું કે આજે સમસ્યાનો ઉકેલ આવી જશે.
Kolkata Rape-Murder Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે (12 સપ્ટેમ્બર) કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ પર રાજીનામું આપવાની પહેલ કરી છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, જો તેઓ મારી ખુરશી ઈચ્છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને સત્તાની ભૂખ નથી.
#WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee says "I tried my best to sit with the junior doctors. I waited 3 days for them that they should have come and settle their problem. Even when they didn't accept the verdict of the… pic.twitter.com/qLD207vSd6
— ANI (@ANI) September 12, 2024
મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો રાહ જોઈ રહ્યા હતા કે, કમસે કમ આજે ડોક્ટરની હડતાલ સમાપ્ત થઈ જશે. તેમએ કહ્યું કે, હું તેમની માફી માંગુ છું કે અમે ડોકટરોને ફરજ પર પાછા લાવી શક્યા નથી.
મેં બે કલાક રાહ જોઈ: સીએમ મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના સીએમએ કહ્યું કે, હું બંગાળના લોકો સામે હાથ જોડીને માફી માંગુ છું. તમે લોકોએ વિચાર્યું હશે કે આજે આ સમસ્યાનો હલ આવી જશે. મેં આજે ડોક્ટરની બે કલાક રાહ જોઈ. હું છેલ્લા ત્રણ દિવસથી રાહ જોઈ રહી છું. હવે જો વધુ કોઈ બેઠક થશે તો તે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે થશે.
'કેટલાક ડોકટરોને બહારના લોકો સલાહ આપી રહ્યા છે'
સીએમએ કહ્યું કે, હું જાણું છું કે મોટાભાગના લોકો મીટિંગ કરવા માંગતા હતા, પરંતુ એક-બે લોકોને બહારથી સૂચના મળી રહી છે કે વાતચીત ન કરો. તેમણે વધુમાં કહ્યું કે મેં તે તમામ જુનિયર ડોકટરોને માફ કરી દીધા જેઓ મીટિંગ કર્યા વિના નબાન્નાના દરવાજાથી પાછા ફર્યા. ડોક્ટરોએ આવવા કહ્યું હતું, છતાં તે ન આવ્યા.
સારવારના અભાવે 27 દર્દીઓના મોત થયા
મમતા બેનર્જીએ ડોક્ટરોની હડતાળના કારણે 27 દર્દીઓના મોતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રિશ્ડામાં વિક્રમ નામના છોકરાનું સારવારના અભાવે મોત થયું હતું. તેની માતાએ તેને કિડની આપી હતી. તેને સારવારની જરૂર હતી, જે તેને ન મળી અને તેનું મૃત્યુ થયું. અમે તેના પરિવાર માટે અમે એક મીણબત્તી પ્રગટાવીશું નહીં. ઘણા લોકો ઘરે પણ સારવાર વિના મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો...