મમતાની ભાભીની ચૂંટણીમાં જીત, તૃણમૂલના નેતા પોતે પુત્ર-પુત્રી પણ જીત્યાં, તૃણમૂલના ક્યા નેતાઓનાં સગાં જીત્યાં ?
આ ચૂંટણીમાં ભાજપને 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી તરફ ડાબેરી મોરચા અને કોંગ્રેસને 2-2 બેઠકો પર સફળતા મળી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની બમ્પર જીત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)માં દેખાઈ રહી છે. જણાવી દઈએ કે કેએમસી ચૂંટણીના પરિણામ મંગળવારે આવ્યા હતા. ટીએમસીએ 144માંથી 134 વોર્ડ જીત્યા છે. બીજી તરફ જ્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં તેના વોટ શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
મંગળવારે, TMCએ સતત ત્રીજી વખત KMC પર કબજો કર્યો. આ ચૂંટણીમાં ભાજપને 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી તરફ ડાબેરી મોરચા અને કોંગ્રેસને 2-2 બેઠકો પર સફળતા મળી છે. બાકીની ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. ડાબેરીઓ 65 વોર્ડમાં બીજા ક્રમે છે, જ્યારે ભાજપ 48 વોર્ડમાં બીજા ક્રમે છે. કોંગ્રેસ 16 વોર્ડમાં બીજા ક્રમે અને અપક્ષ પાંચ વોર્ડમાં છે.
આ ચૂંટણીમાં મમતા બેનર્જીના સંબંધી ઉપરાંત ટીએમસીના નેતાઓના સગા સંબંધીઓ પણ ચૂંટણીમાં જીત્યા છે. કજારી, જે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ કાર્તિકની પત્ની છે, તેણીની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ 73 થી 6,493 મતોથી જીતી હતી. મમતા અને તેમના ભત્રીજા અભિષેક પછી, તે બેનર્જી પરિવારમાંથી ચૂંટણી લડનાર ત્રીજી વ્યક્તિ છે.
આ ચૂંટણીમાં ટીએમસી નેતા તારક સિંગ પણ જીત્યા છે કે જેઓ આ પહેલા કેએમસી મેયર ઇન કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય રહ્યા છે. તેઓ વોર્ડ 118માંથી 8159 મતોથી જીત્યા હતા. એટુલં જ નહીં તેમની પુત્રી પણ વોર્ડ 116માં 8035 મતથી અને પુત્ર વોર્ડ 117માં 7431 મતથી જીત્યા છે.
શહેરી વિકાસ પ્રધાન ચંદ્રીમા ભટ્ટાચાર્યના પુત્ર સૌરવ બસુ, જેમણે લગભગ ત્રણ વર્ષ પહેલાં રાજકારણમાં જોડાવા માટે કોર્પોરેટ નોકરી છોડી દીધી હતી, તેણે પણ છેલ્લી નાગરિક ચૂંટણીમાં ભાજપે જીતેલા વોર્ડ 86ને પલટીને પદાર્પણ પર ચૂંટણી જીત મેળવી હતી. તેઓ 3,880 મતોથી જીત્યા હતા.
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશી પંજાની પુત્રી પૂજા, 32 વર્ષીય કાયદા સ્નાતક છે અને તેણે વોર્ડ 8 થી 3,607 મતોથી જીતી છે.
જીત મેળવનારા અન્ય ટીએમસીના સભ્યોમાં મંત્રી જાવેદ અહેમદ ખાનના પુત્ર ફૈઝ અહેમદ ખાન અને ધારાસભ્ય સ્વર્ણકમલ સાહાના પુત્ર સંદીપન સાહાનો સમાવેશ થાય છે.
સ્વર્ગસ્થ ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી (RSP) નેતા અને રાજ્ય મંત્રી ક્ષિતિ ગોસ્વામીની પુત્રી વસુંધરા ગોસ્વામીએ TMC માટે વોર્ડ 96 જીતી છે. તેને 5,887 મતોથી જીત મળી.
TMC સાંસદ શાંતનુ સેનની પત્ની ડૉ. કાકલી સેને પણ તેની પ્રથમ ચૂંટણીમાં જીત નોંધાવી છે. વોર્ડ 2માં તેણે 17,838 મતોથી જીત મેળવી.